હવે વરસાદની સિઝન શરુ થી ચૂકી છે સાંજ પડતાની સાથે જ નાસ્તામાં કંઈક ગરમાગરમ ખાવાનું મન થાય છે તો આજે વાત કરીશું કેપ્સિકમ અને બટાકાના પકોડાની.
સામગ્રી
પકોડાનું ખીરું બનાવા માટે
- 3 કપ બેસન
- સ્વાદ પ્રમાણે મીઠું
- 2 ચપટી સોડાખાર
- જરુર પ્રમાણે હરદળ
- 1 ચમચી લીલા મરચાની પેસ્ટ
ખીરું બનાવાની રીત – એક મોટા બાઉલમાં બેસનને ચારણી વડે ચારીલો, હવે તેમાં મીઠું ,મરચાની પેસ્ટ હરદળ અને સોડાખાર નાખીને ઘીરે ઘીરે પાણી એડ કરતા જાવ અને બરાબર મિક્સ કરતા જાવ આમ આ રીતે કેપ્સિકપ પર ચોંટી જાય તેવું ઘટ્ટ ખીરું તૈયાર કરીલો, હવે આ ખીરા પર ઢાંકણ ઢાકીને રહેવાદો.
સ્ટફિંગની સામગ્રી
- 2 નંગ – કેપ્સિકમ મરચા
- 4 નંગ – બાફેલા બટાકા( કોરા કરીને મેશ કરીલો)
- 1 ચમચી – વરિયાળી
- 1 ચમચી – સુકાધાણા
- 2 ચમચી લીલા મરચા કતરેલા
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 1 ચમચી – ચિલી ફ્લેક્શ
- 2 ચમચી – લીલા ઘાણા
હવે પહેલા તો કેપ્સિકમ મરચાને પાણીવડે બરાબર ઘોઈલો અને તેની ઉપરનું ડિચૂં કાઢીને અંદરથી બધો બી કાઢીલો, હવે એક કેપ્સિકમ મચમાંથી ઓછામાં ઓછી 4 રિંગ કટ કતરીલો,
હવે સ્ટફિંગ બનાવાની રીત
એક બાઉલમાં બટાકા મેશ કરેલા લો, તેમાં મીઠું, હરદળ,ચીલી ફ્લેક્સ વરિયાળી અને સુકા ઘાણા(બન્નેને ખાંડણીમાં વાટીલેવા) અને લીલા ઘાણા એડ કરો હવે આ સ્ટફઇંગને બરાબર મિક્સ કરીવલો. ત
હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા રાખી દો
હવે જે કેપ્સિકમની રિંગ તૈયાર કરી છે તેમાં બટાકાનું આ સ્ટફિંગ ભરો અને આ રીતે બધીજ કેપ્સિકમની રિંગમાં બટાકાનો મસાલો ભરી દો .
હવે બેસનના ખીરામાં કેપ્સિકમને બોળીને ભર તેલમાં તળી લો, તૈયાર છે કેપ્સિકમ બટાકાના પકોડા જે તમે સોસ કે ચટણી સાથે સર્વ કરી શકો છો.