સાહિન મુલતાની-
શિયાળામાં આપણે ઘણા પાક બનાવતા હોય છે, ખજૂર પાક,અળદિયો પાક વગેરે,,આ સાખએ જ કોપરાપાક પણ બનાવીએ છે જોકે સામાન્ય રીતે તે ખઆંડમાં બનાવામાં આવે છે આજે આપણે કોપરા પાકને ગોળમાં બનાવાની સરળ રીત જોઈશું જેનાથી કોપરા પાક ખાવામાં સ્વાદિષ્ટ લાગશે અને હેલ્ધી પણ રહેશે.
સામગ્રી
- 500 ગ્રામ સુકા કોપરા( છીણીમાં જીણા છીણીલેવા)
- 300 ગ્રામ – ગોળ
- 100 ગ્રામ – કાજૂના ટૂકડાઓ
- 200 ગ્રામ સફેદ – તલ
- 4 ચમચી -ધી
સૌ પ્રથમ એક કઢાઈ લો તેમાં તલને શેકીને એક સાઈડમાં કાઢીલો
ત્યાર બાદ આજ કઢાઈમાં 4 ચમચી જેટલું ઘી નાખીદો, હવે આ ઘીમાં કોપરાની છીણને 2 મિનિટ શેકીલો અને તેને પણ એક થાળીમાં સાઈડમાં કાઢીને રાખીદો.
હવે આ જ કઢાઈમાં બીજુ 4 ચમચી ધી લો તેમાં ગોળ નાખીને ગોળ ઓગળે ત્યા સુધી જ ખાલી ગરમ કરીલો
હવે ગોળ ઓગળે એટલે તરત તેમાં કોપરાની છિણ એડકરીને બરાબર મિક્સ કરતા રહો 2 જ મિનિટમાં ગેસ બંધ કરીદો.
હવે તેમાં કાજૂના ટૂડકા અને તલ એડ કરીને ફરી બરાબર મિક્સ કરીદો
હવે એક થાળી અથવા મોલ્ડ લો તેને ઘી વડે ગ્રીશ કરો ત્યાર બાદ ગોળ કોપરાનું મિશ્રણ તેમાં થાબડી દો, હવે ઠંડુ પડે એટલે તેના એક સરખા ચોરસ ચોસલા કટ કરીદો, તૈયાર છે ગોળ કોપરા પાક