કિચન ટિપ્સઃ- હવે નાસ્તામાં બનાવો બટાકાની આ સિમ્પલ સરળ રીતે બનતી વાનગી
સાહીન મુલતાનીઃ-
ચાટ નામ સાંભળતા જ સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય, ભઆગ્યેજ કોઈક એવું હોય જેને ચાટ પસંદ નહી હોય, આપણે બજારમાં તો અવનવા ચાટ ખાધા હશે પરંતુ આજે આપણે રોસ્ટેડ બટાકાનો ચાટ બનાવાની સરળ રીત જોઈશું, આ ચાટ બનાવવા માટે ખૂબજ થોડો સમય લાગશે ્ને ખાવામાં હેલ્ઘી ટેસ્ટિ તો હશે જ.
- સામગ્રી
- 10 નંગ – તદ્દન નાની નાની બટાકી
- 100 ગ્રામ – દહીં
- 1 કપ – ગ્રીન ચટણી
- ( લીલા ઘણા,લસણ,ફુદીનો,જીરું,મીઠુંનાખીને મિક્સરમાં બનાવી લેવી)
- 1 કપ – ગોળ આમલીની ચટણી
- જરુર પ્રમાણે – બેસનની જીણી સેવ
- 2 નંગ – ડુંગળી જીણી સમારેલી
- 2 નંગ ટામેટા – જીણા સમારેલા
- જરુર પ્રમાણે -જીરાનો પાવડર
- જરુર પ્રમાણે – ચાટ મસાલો
ચાટ બનાવાની રીતઃ-
સૌ પ્રથમ બટાકાને પાણી વડે બરાબર ઘોઈલો, હવે જો તમાપા પાસે કોલસાની સગડી હોય તો તેમાં બટાકાને બધી બાજૂ બરાબર છાલ બળી જાય અને બટાકા પાકી જાય ત્યા સુધી શેકી લેવા( જો કોલસાની સગડી ન હોય તો ગેસ પર પણ બટાકા શેકી શકાય)
હવે બટાકા ઠંડા પડે એટલે તેની છાલ કાઢીલો
ત્યાર બાદ એક ઊંડી ડિશ લો, તેમાં બટાકાના એકમાંથી ખાલી બે ટૂકડા કરીને ગોઠવી દો
હવે આ બટાકા પર જીરાનો પાવડર ,મીઠું ભભરાવો
ત્યાર બાદ દહીંને બરાબર મિક્સ કરીને બટાકા ડુબી જાય તેટલા પ્રમાણમાં દહીં એડ કરો
હવે દહીં પર ગ્રીન ચટણી તમારા સ્વાદ પ્રમાણે એડ કરીદો,હવે ગોળ આનમલીની ચટણી પણ એડ કરીલો
હવે તેના પર ડુંગળી, ટામેટા અને સેવ એડ કરી ઉપરથી લીલા ઘણા ભભરાવી દો.તૈયાર છે તમારા શેકેલા બટાકાનો ચાટ