કિચન ટિપ્સ – શિયાળામાં બનાવો લીલા શાકભાજીથી ભરપૂર આ નરમ ખિચડી ,ખાવામાં હળવી સ્વાદમાં ટેસ્ટી
સાહિન મુલતાની-
આપણામાંથી ઘણા લોકો સાંજે હેલ્ધી અને હળવો ખોરાક ખાવાનું પસદં કરે છે તો આવી સ્થિતિમાં તમારા માટે ખીસડી જ બેસ્ટ ઓપ્શન છે પણ જો તમને સાદી ખીચડી નથી ખાવી તો તમે આ વેજીસથી ભરપુર ખિચડી એક વખત ચોક્કસ ટ્રાય કરો તમે પુલાવને પણ ભૂલી જશો ,આ ખિચડી ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી પણ હોય છે.
સામગ્રી
- 2 કપ – ખિચડીના ચોખા
- 1 કપ – મગની છોતરાવાળી દાળ
- 1 નંગ – જીણી સમારેલી ડુંગળી
- 2 નંગ – જીણા સમારેલા ટામેટા
- 1 કપ- લીલી તુવેરના દાણા
- 2 કપ – જીણા સમારેલા રિંગણ
- 1 કપ – જીણા સમારેલા બટાકા
- 4 મોટી ચમચી – આદુ લસણ અને લીલા મરચાની પેસ્ટ
- 100 ગ્રામ-લીલા ઘાણા
- 100 ગ્રામ- મોરા કાચા શિંગદાણા
- 100 ગ્રામ-લીલું લસણ જીણું સમારેલું
- 10 થી 12 નંગ – મીઠા લીમડાના પાન
- 1 ચમચી – જીરુ
- જરુર પ્રમાણે સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે હરદળ
ખિચડી બનાવવાની રીત
સૌ પ્રથમ એક કુકરમાં તેલ ગરમ કરીને તેમાં જીરુ,મીઠો લીમડો અને ડુંગળી નાખીને સાંતળી લો.
હવે ડુંગળી બ્રાઉન થી જાય એટલે તેમાં આદુ, મરચા અને લસણની પેસ્ટ, ટામેટા અને તેમાં શિંગદાણા નાખીદો.
હવે જ્યારે આદુ મરચા વાળો મસાલો સંતાળ જાય એટલે તેમાં લીલીતુવેર, બટાકા, રિંગણ, સ્વાદ મુજબ મીઠું અને હરદળ નાંખીને બરાબર મિક્ષ કરીદો
હેવ ચોખા અને દાળને મિક્સ કરીવે બરાબર પાણી વડે ઘોઈલો ,આ દાળ ચોખાને કુકરમાં નાખીને ચમચા વડે મિક્સ કરીદો.
હવે તેમાં 2 થી અઢી ગ્લાસ પાણી નાખઈદો અને ઉકાળવા દો હવે જ્યારે પાણી થોડું જ બચ્યું હોય ત્યારે 1 ગ્લાસ પાણી નાખીને 3 થી 4 સીટી વગાડી લો.
આટલી સિટી વાગ્યા બાદ ખિચડીના કુકરમાંથી એર નીકળી જાય એટલે તેને ખોલીને તેમાં લીલા ઘાણા નાખીદો તમે ઈચ્છો તો ઉપરથી દેશી ઘી પણ એડ કરી શકો છો.હવે આ ખિચડીને તમે એમ જ ખાશો તો પણ મનજાવશે અને તમે ઈચ્છો તો તેમાં કઢી નાખીને પણ ખાઈ શકો છો.