કિચન ટિપ્સઃ- હવે સવારે બાળકોને નાસ્તામાં બનાવી આપો આ ખૂબ જ સરસ હેલ્ધી-ટેસ્ટી પાલક પનીર પોકેટ
સાહિન મુલતાનીઃ-
બાળકોને દરરોજ નાસ્તામાં વેરાયટી જોઈએ છે જો શાક રોટલી સિવાય કઈક નવું ખાવા મળે તો બાળકને મજા પડી જાય છે પણ આ સાથે જ બાળકની હેલ્થ અને ટેસ્ટનું પણ ધ્યાન રાખવું જોઈએ.
સામગ્રી
- 2 કપ – જીણી સમારેલી પાલક ( પાણીમાં 5 મિનિટ ઉકાળી લેવી)
- 2 કપ – છીણેલું પનીર
- 2 ચમચી – છીણેલું ચિઝ
- 1 ચમચી – જીણા સમારેલા લીલા મરચા
- પા ચમચી – મીરોન પાવડર
- સ્વાદ અનુસાર – મીઠુ
સૌ પ્રથમ બાફેલી પાલકનું પાણી નીતારી લો, તેને એક બાઉલમાં લઈલોસ હવે તેમાં પનીર, મીઠુ, મરીનો પાવડર અને ચિઝ નાખીને બરાબર મિક્સ કરીદો.
પોકેટ બનાવાનો લોટો બાઁધવા માટે
- 2 કપ ઘંઉનો લોટ
- સ્વાદ પ્રમાણે મીઠુ
- 1 કપ પાલકની પ્યુંરી
લોટમાં મીઠું પાલક પ્યુંરી નાખીને જરુર પ્રમાણે પાણી નાખી રોટલીની કણકની જેમ લોટ તૈયાર કરીલો
હવે એક પાટલી પર ગોળ થોડી જાડી રોટલી વણો વચમાં પાલક પનીરનું સ્ટફિંગ ભરો અને ચાર બાજૂથી કોર વાળઈને ચોરસ શેપમાં પોકેટ તૈયાર કરીલો
હવે આ પોકેટને પરાઠાની જેમ તવીમાં ક્રિસ્પી થાય તે રીતે તળીલો.
તૈયાર છે ટેસ્ટી પાલક પનીર પોકેટ ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી, તમે ઈચ્છો તો ધી કે બટરમાં પણ તેને ફ્રાયડ કરી શકો છો.