કિચન ટિપ્સ – હવે ઠંડીની સાંજે નાસ્તામાં બનાવો આ ખાંડ વગર જ ખાટ્ટા મીઠા તીખા વડા
સાહિન મુલતાનીઃ-
સામગ્રી
- 500 ગ્રામ સક્કરીયા ( બાફીને છાલ કાઢીને મેશ કરીલો)
- 3 ચમચી – લીલા મરચાની વાટેલી પેસ્ટ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – હરદળ
- થોડા લીલા ઘાણા
- 2 ચમચી – તલ
- 200 ગ્રામ – શિંગ દાણા (મિક્સરમાં જીણા વાટી લેવા)
- 1 ચમચી – લીબુંનો રસ
- તળવા માટે તેલ
ખીરું બનાવા માટે
- 3 કપ – બેસન
- સ્વાદ પ્રમાણે – મીઠુ
- પા ચમચી – ભજીયા ખારો
- આ તમામમાં જરુર પ્રમાણે પાણી નાખીને એક ઘટ્ટ ખીરુ તૈયાર કરીલો
સૌ પ્રથમ સક્કરીયાને બાફઈલો,સક્કરીયા બફાયા બાદ વધુ નરમ હોય છે એટલે બાફીને તેની છાલ કાઢીલો ત્યાર બાદ એક કાણા વાળા વાસણમાં 20 થી 25 મિનિટ કોરા થવાદો જેથી તેમાં પાણી ન રહે
પ્રથમ લીલા મરચાની પેસ્ટ 2 ચમચી તેલમાં સાંતળીલો, હવે એક બાઉલમાં મેશ કરેલા સક્કરીયા લઈલો
હવે આ સક્કરીયામાં લીબુનો રસ, સમારેલા લીલા ઘાણા , મીઠુ, હરદળ, શિંગદાણાનો ભૂકો, તલ નાખીને બરાબર મિક્સ કરીલો
હવે આ મિશ્રણમાંથી નાના નાના ગોળ વડા તૈયાર કરીને એક પ્લેટમાં રાખીદો
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીલો, હવે આ સક્કરીયાના વડાને બેસનના ખીરામાં ડબોળી તેલમાં તળી લો. તૈયાર છે સક્કરીયા ખાટમીઠી પેટીસ જેને તમે તીખી ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો.