સાહીન મુલતાની-
આવતી કાલે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર છે એટલે કે રક્ષા બંધન છે,ત્યારે દરેક બહેન ભાઈના હાથમાં રાખડી બાંધીને મો મીઠૂં કરાવતી હોય છે,આમ તો સામાન્ય રીતે બહારથી તૈયાર મિષ્ઠાન લાવવાનું દરેક લોકો વધુ પસંદ કરતા હોય છે,પરંતુ હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે દરેક બહેને ઘરે જ પોતાના ભાઈો માટે મિઠાઈ બનાવવી જોઈએ,જેથી કરીને તમારા હાથની મિઠાઈછઈ ભાઈ પણ ખુશ અને તમારે બહાર પણ દુકાનમાં લેવા પણ નહી જવું પડે,તો ચાલો બહેનો આજે તમારા ભાઈઓ માટે સ્પેશિયલ કોપરાના મીઠા ઘુઘરા બનાવતા શીખીએ.તે પણ એક દિવસ પહેલા બનાવીને તમે ડબ્બામાં ભરીને રાખી શકશો.
સામગ્રી
- 500 ગ્રામ -મેંદા
- 250 ગ્રામ – દુધ
- 150 ગ્રામ – ઘી
- 250 ગ્રામ – કોપરાની છીંણ (કોપરાની વાટકી ઘરે મોટી છીણીમાં છીણી લેવી)
- 250 ગ્રામ – ખાંડ (જીણી મિક્સરમાં દળેલી) જો તમને સ્વિટ ઓછુ પસંદ હોય તો ખાણ ઓછી કરી શકો છો
- 100 ગ્રામ – કાજૂના (જીણા સમારેલા ટૂકડા)
- 100 ગ્રામ – બદામના (જીણા સમારેલા ટૂકડા)
- 100 ગ્રામ -પિસ્તા (જીણા સમારેલા ટૂકડા)
- 100 ગ્રામ – કિસમીસ
- 50 ગ્રામ – ચારોલી
- 50 ગ્રામ- ખસખસ
- અડધી ચમચી – એલચીનો જીણો પાવડર
- તળવા માટે -તેલ
ઘુઘરાનો લોટ બાંધવાની રીતઃ- સૌ પ્રથમ 500 ગ્રામ મેંદાને બરાબર ચાળીલો,ત્યાર બાદ તેમાં નવસેકુ ગરમ કરીને ઘીનું મોળ નાખો,ત્યાર બાદ દુધને પણ નવસેકુ ગરમ કરી લો,હવે આ હુંફાળા દુધથી મેંદાના લોટની કણક તૈયાર કરીલો,
ઘુઘરા બનાવવાની રીત – સૌ પ્રથમ એક મોટા વાસણમાં કોપરાની છીણ લો, હવે આ છીણમાં દળેલી ખાંડ ઉમેરો ત્યાર બાદ તેમાં કાજુ, બદામ, પિસ્તા,કિસમિસ,ચારોલી,ખસખસ અને એલચીનો પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરવું, કોપરાની છિણમાં આ બધો જ માવો બરાબર ભળી જવો જોઈએ,ખાંડ પણ કોપરા સાથે બરાબર મિક્સ થઈ જવી જઈએ,ચમચા વડે કે હાથ વડે તમે આ છીણના મિશ્રણને બરાબર મિક્સ કરી શકો છો.
હવે આગળથી જે મેંદાની કણક તૈયાર કરી હતી તેમાં મેંદાના લોટના નાના-નાના લુઆ કરીને સહેજ જાડી અને સહેજ મોટી સાઈઝની પુરી વણી લેવી, હવે આ પુરીમાં કોપરાના છીણનું મિશ્રણ વચ્ચે રાખીને સાઈડની બન્ને બાજુ ભેગી કરીને તેને ઘુઘરાના આકારામાં બંધ કરી લો.ધ્યાન રાખવું કિનારીને યોગ્ય રીતે બદાવવી જેથી કરી તળતી વખતે ઘુઘરામાંથી માવો છૂટો ન પડે, આ રીતે બધા જ ઘૂઘરા બનાવીને તેને તેલમાં આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી ગેસ પર ધીમી આંચે તળાવા દો.ત્યાર બાદ ઘુઘરાને તેલમાંથી કાઢી લેવા,ઠંડા થયા બાદ તેને એર ટાઈટ વાળા ડબ્બામાં સ્ટોર કરી શકો છો.આ ઘુઘરા તમે એક અઠવાડીયા કે 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.