સાહિન મુલતાનીઃ-
શિયાળામાં સૌ કોઈને ગરમાં ગરમ ખાવાનું કે પીવાનું મન થાય છે, ખાસ કરીને સૂપ, કઢી ,દાળ એવી વાનગીઓ વધુ ખાવામાં આવે છે ,જો કે સૂપ બનાવવા માટે મોટા ભાગના લોકો ચાઈનિઝ રેડ ચીલી,ગ્રીન ચીલી કે સોયા સોસનો ઉપયોગ કરતા હોય છે, જો કે આજે આપણે લીલા કોપરાનું એકદમ હેલ્ધી અને ઘરની જ વસ્તુમાંથી બનતા સૂપની રેસિપી જોઈશું, જે માત્ર 5 થી 6 સામગ્રીમાં બની પણ જશે અને મહેનત પણ ઓછી થશે,ા સાથે જ આ સૂપ શિયાળામાં ખૂબ જ હેલ્ધી ગણાય છે,કોપરાનું દૂધ હાડકા મજબૂત બનાવે છે જેથી આ સબપનું સેવન રોજ કરવાથી પણ નુકશાન નથી થતું.
સામગ્રી
- અડધું લીલુ નોરિયેળ
- 1 ચમચી – કોર્ન ફ્લોર
- 2 ચમચી – લીલા મરચા,આદુ અને લસણ જીણા સમારેલા
- વઘાર માટે – તેલ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- સ્વાદ પ્રમાણે- હરદળ
- 1 ચમચી – જીરુ
- 1 નંગ – જીણી સમારેલી ડુંગળી
- અડધી ચમચી – મરીનો પાવડર
- લીલા ઘાણા જરુર પ્રમાણે
કોપરાનું સૂપ બનાવાની રિતઃ-
સૌ પ્રથમ કોપરા ઉપરથી તેની બ્લેક છાલ કાઢી લો, હવે તેને ચપ્પુ વડે જીણુ સમારીલો, હવે તેને મિક્સરમાં નાખીને બરાબર ક્રશ કરીલો, હવે ક્રશ કરતા જઈને તેમાં પાણી નખતા જાવ ,આજ પ્રોસેસ મિક્સરના મોટા જારમાં ચારથી પાંચ વખત કરવી,ત્યાર બાદ તેને ચારણીમાં ગાળી લેવું, જેથી કરી કોપરાનું દૂધ અલગ થઈ જાય.
કુલ બે બાઉલ જેટલું દૂધ કાઢવું, હવે આ દૂધમાં કોર્ન ફ્લોર નાખીને બરાબરમ મિક્સ કરીલો
હવે એક કઢાઈમાં તેલ ગરમ થવાદો તેમાં જીરુ અને ડુંગળી સાંતળીને આદુ ,મરચા અને લસણ કતરેલું એડ કરી બરાબર સાંતળી લો
હવે તેમાં કોપરાનું કોર્ન ફ્લોર વાળું દૂધ એડ કરીલો અને સ્વાદ પ્રમાણે હરદળ અને મીઠૂ પણ એડ કરીલો
હવે આ સૂપને 4 થી 5 મિનિટ સુધી ઘીમા તાપે ઉકાળતા રહો જ્યા સુધી તે ઘટ્ટન ન થાય
ત્યાર બાદ તેમાં મરીનો પાવડર અને લીલા ઘાણા એડ કરીલો
ગરમા ગરમ લીલા કોરપાનું સૂપ રેડી છે.તમે તેમાં ફ્રાય નૂડલ્સ નાખથીને સર્વ કરી શકો છો.