સાહીન મુલતાની-
- રુઅફ્ઝા વાળું તરબૂચ અને દૂઘનું આ ડ્રીંક પેટ માટે ગણકારી
- ગરમીમાં આપે છે રાહત
તરબૂચનું આ ડ્રીંક તમને ગરમીથી રાહત આપે છે અને પેટમાં ખૂબ ઠંડક આપે છે તે ઉપરાંત ઘરની 2 3 વસ્તુઓના ઉપયોગથી જબની જાય છે જે ખૂબ ઈઝી છે.તો ચાલો જોઈએ કઈ રીચે બનાવાય છે
સામગ્રી
- તરબૂચ – નાના 2 બાઉલ નાના નાના ટૂકડા
- 1 ચમચી – ખાંડ
- 1 ચમચી રુઅફ્ઝા સીરપ
- 2 ગ્લાસ દૂધ
રીત
- સૌ પ્રથન એક બાઉલ રબૂચના ટૂકડાને એક તપેલીમાં લઈલો ,તરબૂચમાંથી બીજ કાઢી લેવા.
- હવે આ તપેલીના ટૂકડની અંદર ખાંડ, દૂધ અને રુઅફ્ઝા સીરપ મિક્સ કરીને તેને મિક્સરમાં અથવા બ્લેન્ડર વડે ક્રશ કરીલો,
- હવે આ મિશ્રણને કાચના ગ્લાસમાં ભરીલો હવે જે એક બાઉલ તરૂચના ટૂકડાઓ બચ્યા હોય તેને તદ્દન જીણા જીણા સમારીલો અને તે ટૂકડાઓ તથા બરફના ટૂકડાઓ આ ગ્લાસમાં ઉપરથી એડ કરીને ચમચી વડે મિક્સ કરીલો
- તૈયાર છે ઠંડુ તરબૂચનું મિક્સ વાળું શરબત