કિચન ટિપ્સઃ- તમારા સાદા ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવા માટે બનાવો આ પ્રકારની ગ્રીન ચટણી
સાહિન મુલતાની-
આપણે સૌ જાણીએ છીએ કે લીલા શાકભાજી આપણા માટે ખૂબજ ફાયદા કારક છે, પરંતુ તેમા પણ લીલા પાન વાળઆ શાકભાજી અનેક રીતે ફાયદા કારક છે, જેમાં લીલા ઘાણા અને ફૂદીનો અનેક રોગોને જળમાંથી દૂર કરે છે, આ બન્ને ભાજી પાચન શક્તિ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે તેની સાથે સાથે તેના સેવનથી આંખની રોશની તેજ બને છે.
જો તમારે તમારું ભોજન સરળતાથી પચાવવું હોય તો તમે ઘાણા અને ફૂદીનાની ચટણી તૈયાર કરીને 2 દિવસ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો, આ ચટણીને ભોજનમાં લેવાથી તમારો આહાર હળવો બનીને પચી જાય છે.
ઘાણા-ફૂદીનાની ચટણી બનાવવાની રીત
- 2 વાટકી – લીલા ઘાણા
- 1 વાટકી – ફૂદીનો
- 1 ચમચી – જીરુ
- સ્વાદ પ્રમાણે – મીઠૂં
- એક કે બે નંગ – લીલા મરચા
- પા ચમચી – સંચળ
- 1 ચમચી – તેલ
સૈ પ્રથમ ઘાણાને ધોઈલો પછી તેને સમારીલો, આજ રીતે ફૂદીનો પણ ઘોઈને સમારીલો તેમાં હવે આ બન્નેને મિક્સરની જારમાં લઈલો હવે તેમાં લીલા મરચા. મીઠું , સંચળ, તેલ અને 2 ચમચી જેટલું પાણી નાખીને મિક્સ કરીલો તૈયાર છે તમારી ગ્રીન ચટણી.
હવે જ્યારે બપોરે અને રાતે તમે ભોજન કરવા બેસો ત્યારે 3 થી 4 ચમચી ચટણીનો તમારા ભોજનમાં સમાવેશ કરીદો જેથી ભારે ખોરાક પણ સરળતાથી પચે છે.