Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- દિવાળીના પર્વ પર ઘરે જ બનાવો ઘઉંના લોટની ચકરી, ટેસ્ટી અને હેલ્ધી પણ ખરી

Social Share

દિવાળીનો પર્વને હવે ગણતરીના જદિવસો જ બાકી રહ્યા છે, ત્યારે દરેક ઘરમાં નાસ્તા બનાવવા ,ઘરની સજાવટ કરવી વગેરે તૈયારીો ચાલી રહી છે, ખાસ કરીને નાસ્તાનું ઘણું મહત્વ રહ્યું છે,ઘરે આવતા મહેમાનોને નાસ્તા પાણી વગર જવા દેવામાં આવતા નથી, પણ આજકાલ માર્કેટમાં મળતા નાસ્તા કરતા ઘરના નાસ્તા કરવા વધુ ફાયદાકારક છે, તો આજે આપણે એક સાદી અને સરળ રીતે ઘંઉના લોટની ચકરી બનાવવાની રેસિપી જોઈશું, જે ઘરની સામગ્રીમાંથી જ તૈયાર થશે અને ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી પણ હશે.

ઘઉંની ચકરી બનાવવા માટેની સામગ્રી

સૌ પ્રથમ ઘઉંના લોટને એક કોટનના સફેદ કપડામાં પોટલી વાળીને ઢીલી ગાઠ વાળી બાંધી દો, હવે આ પોટલીને ઢોકળાના કૂકરમાં પાણી નાખીને વરાળ પર 15 મિનિટ સુધી બાફીલો, હવે વરાળ પર લોટ બફાય ગયા બાદ તેને ચારણી વડે ચારી લો, ગાછ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું

હવે આ લોટમાં આદુ-મરચા-લસણની પેસ્ય, હળદર, મીઠું, અજમો, તેલભજીયાનો સોડા નાખી બારબર હાથ વડે મિક્સ કરીલો.

હવે આ લોટમાં જરુર પ્રમાણે પાણી એડ કરજા જાઓ અને રોચલીનો લોટ બાંધો તે રીકે થોડા કઠણ લોટ બાંધી લો

હવે સેવ પાડવાના સંચામાં ચકની જારી સિલેક્ટ કરીલો, તેમાં તેલ લગાવી લોટનો લૂઓ લઈને એક પેપર અથવા પ્લાસ્ટિક પર ચકરી પાડીલો, બધી ચકરી એક સાથે પાડી શકો છો.

ત્યાર બાદ એક કઢાઈમાં બરાબર તેલ ગરમ થવાદો, તેલ થાય એટલે પહેલા પાડીને મૂકેલી ચકરી તેલમાં નાખીને ક્રિસ્પી બ્રાઉન થાય ત્યા સુધી તળીલો.

તૈયાર છે તમારી હોમ મેડ ઘઉંના લોટની ચકરી,આ ચકરી 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી યસકો છો,તેને એર ટાઈટ ડબ્બામાં મૂકવી