Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- તમારા રસોઈના નાના-નાના કામોને બનાવો તદ્દન સરળ, લસણ છોલવાથી લઈને ભાજી તોડવા સુધીની સરળ રીત

Social Share

સાહિન મુલતાનીઃ-

સામાન્ય રીતે મહિલાઓ રસોઈ કામમાં આમ તો માહીર હોય છે, પરંતું રસોઈ કરતા પણ તેઓનું મોટૂં કામ હોય છે શાકભાજી સમારવાનું, શાકભાજીમાં પણ ખાસ કરીને લસણ છોલવું, ભાજી કે ઘાણા સમારવા આ નાની નાની વસ્તુઓ કરવામાં ઘણો સમય જતો રહેતો હોય. છે ત્યારે આજે આપણે વાત કરીશું એવી કેટલીક ટિપ્સની જે તમારા આ જીણા જીણા કામો સરળ બનાવશે અને તનારા સમયનો પણ બચાવ થશે.

લસણ છોલવુંઃ- સલમ છોલતા પહેલા તેની કળીઓ છૂટ્ટી પાડીને ખાવાનું તેલ લગાનીતે તેને 30 મિનિટ સુધી તડકામાં તપાવો, ત્યાર બાદ તેને હાથ વડે બરાબર મસળી કાઢો આમ કરવાથઈ લસમના ફોતરા નિકળી જશે, અને સલણ સરળતાથી છોલી શકાશે.

લીલું લસણઃ- જ્યારે માર્કેટમાં લસણ નવું નવું આવે છે ત્યારે તે થોડે ઘણે લીલું હોય છે આવી સ્થિતિમાં લસણને 10 મિનિટ સુધી હુંફાળા પાણીમાં પલાળી રાખવું ત્યાર બાદ તેને છોલવાથઈ તેના ફોતરા સરળતાથી નીકળી જાય છે.

ભાજી તોડવીઃ- મેથીની ભાજીને તોડવા માટે, એક કાણા વાળી કોઈ પણ ટોપલી લેવી, તેમાં મેથીનું મૂળ એક હોલમાં નાખવું અને ભાજીને બીજી તરફથી ખેંચી લેવી આમ કરવાથી ભાજી તોડવામાં સરળતા રહેશે અને ભાજીના એક એક પાંદડા છૂટા તૂટશે.

ભીડાં સમારવાઃ- ભીંડા સમારતી વખતે તેનો ચીકણો પ્રદાર્થ હાથમાં લાગે છે તેથી ભીંડા સનારતા વાર લાગે છે ત્યારે હવે જ્યારે પમ તમે ભીંડા સમારો ત્યારે ચપ્પુ પર લીબુંનો રસ લગાવી લો જેથી કરીને ભીંડાની ચિકાશ ચપ્પુ પર તથા હાથ પર લાગશે નહી.

આદુઃ- આદુને છોલતા પહેલા 10 થી 25 મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખો ત્યાર બાદે તેને કાણા વાળઈ ટોપલીમામં નિતારીલો, અને પછી આદુને છોલવાથી સરળતાથી તેની છાલ કાઢી શકાશે