Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- તમારા નાસ્તાને હવે વધુ હેલ્ધી બનાવો, તમારા કિચનમાં બનાવો પાલકથી ભરપુર ગ્રીન થેપલા 

Social Share

આપણા ગુજરાતમાં મેથીના થેપલા ખૂબ વખાણાય છે જ્યારે પમ પ્રવાસ પર જઈે એટલે બેગમાં નાસ્તામાં મેથી થેપલા તો હોય જ , પણ શુ તમે પાલકના થેપલા ખાધા છે જે ખૂબ જ હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ હોય છે તો ચાલો જાણીએ કી રીતે બનાવાય છે આ પાલક થેપલા

સામગ્રી

 

સૌ પ્રથમ બાજરીનો લોટ,ઘઉંનો લોટ અને બેસનને એક મોટા વાસણમાં લો, હવે તેમાં મોણ માટે તેલ એડ કરો ત્યાર બાદ બધો લોટ મિક્સ કરીદો

હવે આ લોટમાં, તલ ,અજમો,હરદળ.મીઠું પાલકની ભાજી,આદુમરચા લસણની પેસ્ટ,લીબુંનો રસ અને ખાંડ નાખીને બરાબર મિક્સ કરી લો

હવે તેમાં તેને પહેલા પાણી એડ કર્યા વગર જ બામંધવાની કોશીસ કરો, ત્યાર બાદ જો વધુ કડક લોટ જણાય તો જરુર પ્રમાણે પાણી એડ કરીને લોટની કણક તૈયાર કરીલો

હવે આ કણકમાંથી એક સરખા લૂઆ તૈયાર કરીલો, ત્યાર બાદ એક પ્લાસ્ટિકની બેગ ને ગોળ શેપમાં કાપી લો અને તેને પાટલી પર રાખીને તેના પર એક સરખી સાઈઝના નાના નાના થેપલા તૈયાર કરીલો

હવે તવીમાં આછુ તેલ નાખીને થેપલાને બન્ને બાજુથી બરાબર તળીલો,ઘીમી ગેસની આંચ પર તળવા તેથી થેપલા કાચા ન રહે.હવે તૈયાર પાલકના થેપલા જે લૂકમાં ગ્રીન હશે અને ખાવામાં ટેસ્ટી હશે