Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શિયાળાની સાંજે તમારા નાસ્તાને બનાવો હેલ્ધી ચણા ચાટ

Social Share

બાફેલા ચણા આરોગ્ય માટે ખૂબજ ગુણકારી હોય છે, અનેક પ્રોટિન્સથી ભરેલા ચણા ખાવાથી આરોગ્યની ઘણી બધી બીમારીઓમાં રાહત પણ થાય છે,આ સાથે જ તેમાં આર્યનની માત્રા મોટા પ્રમાણમાં હોય છે જેથી ચણઆનું સેવન કરવાથી લોહીની ઊણપ સર્જાતી નથી, લોહી સારી માર્તાનો સ્ત્રોત ચણાને ગણવામાં આવે છે, એમાં પણ ચણા બાફેલા કે શેકેલા હોય તો તેના ફાયદા વધું હોય છે.

જો કે બાફેલા ચણા ઘણા લોકોને નથી ભાવતા હોતા અને જો તેમાં તેલ મસાલો નાખીને વઘારીએ તો તે એટલા હેલ્ધી પણ નથી રહેતા ત્યારે આવી સ્થિતિમાં ચણા કઈ રીતે ખાવા? તો આ સવાલનો અમારા પાસે સરસ જવાબ છે,ચણાને વઘારીને મસાલેદાર ખાવા જોઈએ તે પણ તેના  હેલ્ધી ગુણો સાથે ક્રોમ્પ્રોમાઈઝ કર્યા વિના જ.તો ચાલો જોઈએ કઈ રીતે ચણાને વધારવા જોઈએ કે જેનાથી ચણા હેલ્ધી પણ રહેશે અને મસાલેદાર પણ બનશે.

સામગ્રી

સૌ પ્રથમ ચણાને બરાબર બાફી કાઢવા, ત્યાર બાદ ચારણીમાં નીતારી લેવા. હવે એક કાઢાઈમાં માત્ર એક જ ચમચી તેલ લેવું, તેમાં રાય ફોડવી ત્યાર બાદ જીરુ એડ કરવું, હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,હળદર અને લીલા મરચા અને લસણને જીણું જીણું કતરીને નાખવું, ત્યાર બાદ તેમાં ઘાણાજીરાનો પાવડર, લીલા ઘાણા જીણા સમારેલા એડ કરી ચણા નાખીને બરાબર મિક્સ કરી લેવું, હવે ચણાને બરાબર મિક્સ કરતા રહો બધો સમાલે ચણા પર સેટ થાય તે રીતે, હવે આ ચણા ખાવા માટે તૈયાર છે, જેમાં તમે લીબું નાખીને તથા ડુંગળી અને ટામેટાનું લસાડ નાખીને ખાઈ શકો છો, ઓછી તેલ અને મસાલો હોવાથી તેના હેલ્ઘી ગુણો પણ દળવાયેલા રહેશે, સવારે આ નાસ્તો કરવાથી દિવસ દરમિયાન ભરપુર એનર્જી મળી રહે છે.

ચાટ બનાવવા માટે સામગ્રી

જીણા સમારેલા કાંદા,કોબીજ,કાકડી ,ટામેટા અને લીલા ઘણા,ગોળ આમલીની ચટણી, સેવ અને લસણની તીખઈ તરી

એક બાઉલમાં માસાલેગાર ચણાને લઈને તેમાં સમારેલા વેજીસ એડ કરો ત્યાર બાદ ગોળ આમલીની ચટણી એડ કરો ,અને જો તમને સ્પાઈસી પસંદ હોય તો લસણની તરી એડ કરીને ઉપર લીલા ઘણા તથા સેવ એડ કરીને આ ચાટને સર્વ કરો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને હેલ્ધી તો છે જ.