- ટામેટાનું ચટપટૂ સૂપ
- મીઠું – મરીનો સ્વાદ અને શરદીમાં મળશે રાહત
શિયાળાની શરુઆત થઈ ચૂકી છે, સાથે સાથે શરદી થવાની શક્યતાઓમાં પણ વધારો થયો છે, સાંજ પડતાની સાથે વાતાવરણ ઠંડુ બનતા જ જાણે કંઈક ગરમ પીવાનું મન થાય છે, નાક બંધ થયું હોય ત્યારે ગરમ પીણું મળી જાય તો જાણે શરદીમાં રહાત મળી જાય છે, જો કે આજે ઘરની જ વસ્તુમાંથી અને તદ્દન સરળ રીતે બની જાય એ રીતે ટોમેટાનું સૂપ બનાવતા શીખીશું,ખૂબ જ ઓછી મહેનત થશે અને 4 થી 5 સામગ્રીમાં આ સૂપ બનીને તૈયાર થશે, જે ખાવામાં ખૂબ હેલ્ધી પણ છે અને શરદીમાં પણ રહાત આપે છે.
આ સૂપ બનાવવા માટે તમારે 5 નંગ ટામેટાના સુપમાં, 10 થી 12 નંગ સલણની કળી,અડધી ચમચી જીરુ,મરીનો પાવડર, 1 ચમચી કોર્ન ફ્લોર સ્વાદ પ્રમાણે મીઠું, એક ચમચી ઘીની ખાલી જરુર પડે છે.
સૌ પ્રથમ ટામેટામાં ચાર ચીરા પાડીલો, હવે તેને એક તપેલીમાં 10 મિનિટ સુધી બાફીલો, ટામેટા બફાય જાય એટલે તેની ઉપરથી છાલ કાઢીલો,હવે ટામેટાને મિક્સરમાં થોડુ પાણી નાખીને ક્રશ કરીલો, ટામેટા આખા ન રહેવા જોઈએ બરાબર સૂપ ફોર્મ બની જવું જોઈએ,
હવે એક કાઢાઈ લો, તેમાં એક ચમચી ધી લો, તેમાં જીરું અને જીણું સમારેલું લસણ એડ કરો,હવે તેમાં મરીનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને 2 મિનિચટ સાંતળીલો, હવે ટામેટાની પ્યૂરીમાં એક ચમચી કોર્મ ફ્લોર બરાબર મિક્સ કરીલો, ત્યાર બાદ આપ્યૂરીને તેલ વાળા વધારમાં એ કરીને બરાબર 8 થી 10 મિનિટ સુધી ઉકાળી લો, તૈયાર છે તમારું ગરમા ગરમ ટામેટાનું હેલ્ધી સુપ.જે ઘરની વસ્તું માંથી જ બને છે.
જો તમારે ચીઝ ખાવુંહોય તો ઉપરથી એડ કરીલો, આ સાથે જ તમે થોડુ લાલ મરચાનો પાવડર લીલા ઘણા પણ એડ કરી શકો છો.