Site icon Revoi.in

કિચન ટિપ્સઃ હવે બાજરીના રોટલા નહી પરંતુ બાજરી તીખા લાડવાનો પણ માણો સ્વાદ

Social Share

 

શિયાળામાં ગરમ પાક, મરી મસાલા વધુ ખાવામાં આવે છે ,દરેક ઘરોમાં સાલમ પાક, ખજૂર પાક અળદીયા અને મેથી પાક જેવી અવનવી વાનગીઓ શિયાળા માટે બનતી હોય છે જો કે,શિયાળામાં આ વસ્તુઓ ખાવી પ મજોઈએ જે શરીરને ગરમી આપે છે અને અનેક રોગોથી રક્ષણ આપે છે, જો કે આજે વાત કરવા જઈ રહ્યા છે કંઈક હટકે પાકની, આ પાકનું નામ છે લીલા લસણના તીખા લાડવા, કદાચ જ તમે આ લાડવા ખાધા હશે, પણ જો દરરોજ સવારે અને સાંજે આ એક એક લાડવાનું સેવન કરશો તો તમને અનેક બીમારીથી રાહત મળે છે.

આ લીલા લસણના બાજરીના લાડવા ખાવામાં ટેસ્ટી તો હોય જ છે પરંતુ તે હેલ્ધી પમ છે,કદાચ તમને નહી ખબર હોય કે અમેરિકાના જ્યોર્જિયામાં રહેતા મનૂળ ગુજરાતીઓનો આ મેીન ખોરાક છે, કારણે છે કે અહી માત્રે શિયાળામાં જ નહી પરંતુ બારેમાસ ઠંડુ વાતાવરમ અને કેટલાક મહિનાઓમાં સ્નોફોલ થી વાતાવરમ ઠંડુ બને છે જેને લઈને અહી વસતા ગુજરાતીઓ બાજરીના લોટના લીલા લસણના લાડવાઓ ખાય છે,તો આજે આપણે પણ જોઈએ કઈ રીતે આ લીલા લસણના તીખા લાડવા બને છે.

 

 સમાગ્રી

તીખા લાડવા બનાવાની રીત

સૌ પ્રથમ બાજરીના લોટમાં મીઠું અને પાણી એડ કરીને કમક તૈયાર કરવી.

હવે આ કમકના થોડા જાડો રોચટલા બનાવી લેવા, રોટલાને ઘીમા તાપે માટીની તાવડી પર શેકવા.

હવે રોટલાને ખુલ્લા રાખીને 10 થી 15 મિનિટ ઠંડા થવાદો

ત્યાર બાદ રોચટલાને હાછ વજે જીણો જીણો ભૂખો કરીદો, ત્યાર બાદ તેને મિક્સરમાં ક્રસ કરીલો,

હવે એક મોટા વાસણમાં ક્રશ કરેલા બાજરીના રોટલા રાખો, હવે તેની વચો વચ્ચ ઊંડો ખાળો કરો.

હવે લીલુ લસણને લોટની ફરતે ગોળ નાખીદો,

ત્યાર બાદ ઘીને બરાબર ગરમ કરીને લોટમાં પાડેલા ખાળામાં નાખીને તે વાસણના ઉપર બરાબર ઢાકીંદો, આમ કરવાથી લસણની સ્મેલ લોટમાં બેસી જશે અને એક સરસ ફ્લેવર આવશે.

હવે થોડૂ ઘી ઠંડુ થાય અટલે આ તમામ વસ્તુઓને હાથ વડે બરાબર મિક્સ કરીલો,તેમાં જીરુ અને મરીનો પાવડર એડ કરીને બરાબર મિક્સ કરીલો

 

હવે કોલસાને ગેસ પર બરાબર લાલા આગ વાળા કરો, અને તેને લોટના વાસમમાં રાખીને તેમા પર ઘી ગરમ કરી તેને તડકો આપો.

એક મિનિટ વાસમ ઢાકેલું જ રાખવું જેથી ડૂમાની સ્મેલ બરાબર બેસી જાય.

હવે અંદરથી કોલસો કાઢીલો, ત્યાર બાદ આ લોટના મિશ્રણના નાના નાના લાડવા વાળીલો, તૈયાર છે તમારા લીલા લસણના તીખા લાડવા,જેને તમે રીંગણના ઓળા સાથે, સલમની ચટણી સાથે અને દાલ ફ્રાય સાથે ખાઈ શકો છો.