સાહિન મુલતાનીઃ-
શિયાળો આવતાની સાથએ જ અનેક ઘરોમાં બાજરીના રોટલા બનતા હોય છએ જો કે ઘણા લોકોને રોટલા જાડા હોવાથઈ ભાવતા નથી પરંતુ શિયાળામાં બાજરી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય છે જો આવી સ્થિતિમાંતમને પણ રોટચલા ખાવા નથી ગમતા તો તમારે બાજરીની રોટલી બનાવાની રીત જોઈ લેવી જોઈએ તો ચાલો જાણીએ રોચલા નહી પરંતુ રોટલી બનાવાની સરળ રીત
સામગ્રી
- જરુર પ્રમાણે પાણી
- 2 વાટકા બાજરીનો લોટ
- સ્વાદ પ્રમાણે મીઠું
- 2 ચમચી તેલ
સૌ પ્રથમ દોઢ વાટકો પાણી લો તેને ગરમ કરવા રાખો પાણી ગરમ થાય એટલે સ્વાદ અનુસાર તેમાં મીઠુ નાખો
હવે આ પાણીમાં 2 વાટકા બાજરીનો લોટ નાખઈને વેલણ વડે લોટને બરાબર પાણીામં મિક્સ કરો ત્યાર બાદ ગેસની ફ્લેમ ઘીમી રાખીને તપેલી પર ઢાકણ ઢાકીદો અને 2 જ મિનિટમાં ગેસ બંઘ કરીદો
હવે લોટને થોડો ઠંડો થવાદો 5 મિનિટ બાદ આ લોટમાં 2 ચમચી તેલ નાખઈને હાથ વડે બરાબર મસળીલો એકદમ સ્મુથ બને તે રીતે લોટને મસળશો
હવે આ લોટના નાના નાના રોટલીની સાઈઝના લુઆ કરીલો હવે પાટલી પર રોટલીની જેમ જ તેને વણીલો
હવે આ રોટલીને શેકી લો અને તેના પર ઘી લગાવો તૈયાર છે બાજરીની સ્મુથ ઘી વાળી રોટલી