કિચન ટિપ્સઃ- માત્ર ઠોઠાનું શાક જ નહી પણ આ વાનગી પણ બનશે ટેસ્ટી, દાળઢોકળીને આપશે ટક્કર
સાહીન મુલતાની-
સૂકી તુવેર કે જેને અમદાવાદમાં ઠોઠા તરીકે પણ ઓળખવામાં આવે છે, સામાન્ય રીતે તેનું તીખું ચટાકેદાર શાક બને છે, જો કે આજે આપણે સુકી તુવેરની ખાટ્ટી મીઠ્ઠી ટેસ્ટી ઢોકળી કઈ રીતે બને છે તે જોઈશું ,જે બેઝિક યઘરમાં રહેલી સાગ્રીમાંજ બની જાય છે.
1 કપ સુકી તુવેર – બાફી લેવી
2 નાના ટૂકડા – આદુ વાટેલું
10 થી 12 નંગ – લસણની કળીઓ વાટેલી
4-5 નંગ – કઢી લીમડો
1 ચમચી – રાય
1 ચમચી – જીરું
2 ચમચી – લાલ મરચાનો પાવડર
2 ચમચી – લીંબુનો રસ
3 ચમચી – ખાંડ
અડધી ચમચી – હળદર
2 નંગ – જીણા સમારેલા ટામેટા
4 ચમચી – તેલ
જરપર પ્રમાણે – હિંગ
ઢોકળી બનાવા માટે સામગ્રી અને રીત
2 વાટકા ઘંઉનો લોટ લો, તેમાં મીઠું, જીરું અને અજમો તથા લાલ મરચું તથા હળદર નાખીને રોટલીના લોટની જેમ તેને બાંમધી લો, તેમાંથી એક સરખા 7 લુઆ કરીને સાઈડમાં રાખી દો.
સૌ પ્રથમ સુકી તુવેરની આખી રાત ડુબતા પાણીમાં પલાળી રાખો ત્યાર બાજ બપોરે તેને કુકરમાં 10 થી 12 સિટી વગાડીને બરાબર ચઢી જાય ત્યા સુધી બાફીલો,
હવે એક કુકરલો, તેમાં તેલ ગરમ કરો અને રાય ફોડી લો, રાય થાય એટલે તેમાં જીરું લાલ કરો, હવે તેમાં હિંગ અને કઢી લીમડાના પાન તથા ટામેટા એડ કરીદો.
હવે કુકરમાં લાલ મરચાનો પાવડર આદુ લસણને વાટીને તેની પેસ્ટ એડ કરીદો
હવે આ મિશ્રણને બરાબર 3 થી 4 મિનિટ સુધી સાંતળી લો, હવે તેમાં બાફેલી સતુેવર એડ કરીને 2 મિનિટ સાંતળો
ત્યાર બાદ હવે તેમાં 2 ગ્લાસ પાણી એડ કરીલો,હવે આ પાણીને બરાબર ઉકળવા દો.
હવે જે લૂઆ સાઈડમાં રાખ્યા હતા તેમાંથી જાડી રોટલી વણીને તેના ટૂકડા કરીને તુવેરના આ ઉકળતા શાકમાં એડ કરો, આ રીતે કુલ 7 થી 8 રોટલીના ટૂકડાઓ નાખીદો,
હવે બધી રોટલી એડ કર્યા બાદ તેમાં લીબુંનો રસ અને ખાંડ પણ નાખીને કુકરને બંધ કરી 3 થી 4 સિટી મારો.ત્યાર બાદ કપકર ખોલીને ઢોકળી જોઈલો ,આટલા સમયમાં ઢોકળી ચઢી ગઈ હશે, તૈયાર છે સુકી તુવેરની હેલ્ધી ખાટ્ટી મીઠી ઢોકળી