સાહિન મુલતાનીઃ-
કાકડીનું રાયતું દહીં સાથે આપણે સૌ કોઈએ ખાઘુ હશે પરંતુ પહાડી રાયતપં કે જે પહાડીરાજ્યોમાં ખૂબ જાણીતું છે જેમાં લીલા મરચા લીલા ઘાણા નાખઈને બનાવવામાં આવે છે તો ચાલો જાણઈએ આ પહાડી રાયતું બનાવાની રીત
સામગ્રી
- 2 નંગ કાકડી
- 1 વાટકો દહી
- 2 નંગ લીલા મરચા
- થોડા લીલા ઘાણા
- 10-12 નંગ લસણની કળી
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચમચી રાય
રીતઃ-
સૌ પ્રથમ કાકડીને એકદમ જીણી છીણીમાં છીણીલો
હવે એક ખાંડણીમાં લીલા મરચા, લીલા ઘાણા ,રાય ,લસણની કળીઓ બઘધુ બરાબર ખાંડીલો
હવે એક વાટકો લો તેમાં દહી લઈલો દહીંમાં વાટેલો મલાસો અને સ્વાદ અનુસાર મીઠુ નાખીને બરાબર મિક્સ કરીલો
ત્યાર બાદ હવે તેમાં છીણેલી કાકડી ઉમેરીદો અને ફરી બરાબર મિક્સ કરીલો
વઘાર માટે એક કઢાઈયામાં 2 ચમચી તેલ લો તેમાં થોડી રાય, જીરુ આખા લાલ મરટા અને કઢી લીમડો તતળાવીને તેના પર વઘાર કરીદો તૈયાર છે તીખુ ખાટ્ટુ પહાડી રાયતું