કિચન ટિપ્સઃહવે ભાત વધે તો ચિંતા ન કરો, બચેલા ભાતમાંથી આ રીતે બનાવો વેજીટેબલ ખિચડી
- બચેલા ભાતમાંથી બનાવો વેજ પુલાવ
- ઘરમાં રહેલી સબજીઓમાંથી જ બનશે આ વેજીસ પુલાવ
દરેક ગૃહિણીઓ ઈચ્છે છે કે તે પોતે પરફેક્ટ ગૃહિણી બને, ખાસ કરીને પરફેક્ટ ગૃહિણી એને કહી શકાય કે જે દરેક ભોજનનો માર જાળવે અને જો બચી પણ જાય તો તેનો સાચો ઉપયોગ કરે, તો આજે આપણે પરફેક્ટ ગૃહિણી માટે એક ટિપ્સ જોઈશું,કે બચેલા ભાતમાંથી કઈ રીતે વેજીટેબલ ખિચડી બનાવી શકાય,જો બપોરે ભોજનમાં ભાત બચી જાય છે તો સાંજે તેમાથી તમે વેજીસ વાળી ખિચડી બનાવીને નવી વાનગીની મણા માણી શકો છો.
વેજ ખિચડી બનાવા માટેની સામગ્રી
લીલી અથવા પીળી મગની દાળ,બટાકા,રિંગણ,ડુંગળી,લીલા વટાણા, લીલા,મરચા,આદુ,લસણ,હરદળ,મીઠું,લાલ,મરચું,જીરું, તેલ ,રાય
સૌ પ્રછમ રિંગણ બટાકા અને ડુંગળીની જીણા જીણા સમારેલો, હવે આદુ-મરચા અને લસણને વાટીને પેસ્ટ બનાવી લો, હવે એક કુકરમાં તેલ થવાદો તેમાં રાય અને જીરુ નાખીને ડુંગળી સમારીલો, ત્યાર બાદ તેમાં આદુ લસણની પેસ્ટ એડ કરો,હવે તેમાં જરુર પ્રમાણે મીઠું,હરદળ અને લાલ મરચું , બટાકા અને રિંગણ ,લીલા વટાણા એડ કરીને બરાબર સાંતળવાદો, હવે તેમાં જેટલો ભાત હોય એટલું પાણી એડ કરીને કુકરને ખુલ્લું રાખીને 10 મિનિટ સુધી ઉકાળો, હવે શાકભાજી થોડા પાકવા આવે એટલે તેમાં પોણી વડે ધોઈલી દાળ અને વધેલા ભાત નાખીને કુકર બંધ કરીલો, હવે 3 થી ત્રણ સિટિ વગાડી ગેસ બંધ કરીલો. તૈયાર છે તમારી ગરમા ગરમ બેજીસ ખિચડી.