કિચન ટિપ્સઃ- જો ફુલેવર નથી ભાવતું તો હવે આ રીતે ફુલેવર 65 બનાવો , આગંળી ચાટતા રહી જશો
સાહિન મુલતાનીઃ-
સામાન્ય રીતે ફુલેવન એવું શાક છે કે તેની અવનવી વાનગીઓ ચતો સૌ કોઈ ખાી છે પરંતુ તેનું શાક મોટા ભાગના લોકોને ભાવતું નથી તા ચાલો જોઈએ ફુલેવરમાંથી એક ઝટપટ અને ટેસ્ટી નાસ્તો બનાવાની રીતે. જેને આપણે નામ આપીશું ફુલેવન 65, ખાવામાં ક્રિસ્પી ટેસ્ટી તો ખરું જ
ફુલેવર 65 બનાવાની સામગ્રી
- 1 મોટૂં – ફુલેવર
- 5 ચમચી – કોર્ન ફ્લાવર
- 3 ચમચી – મેંદો
- 1 ચમચી – જીણું સમારેલું લસણ
- 1 ચમચી – જીણું સમારેલું આદુ
- 1 ચમચી – જીણા સમારેલા લીલા મરચા
- 2 ચપટી – લાલ ફૂડ કલર
- 2 ચમટી – અજીનો મોટ
- 2 ચપટી -મરીનો પાવડર
- તળવા માટે – જરુર પ્રમાણે તેલ
- સ્વાદ મુજબ- મીઠું
- જરુર જણાય તો પાણી
- ફુલેવર 65 બનાવાની રીત
સૌ પ્રથમ ફૂલેવરના નાના નાના ફૂલ છૂટા પાડીલો,અને તેને 2 થી પાણી વડે ઘોઈલો અને કોરા કરીલો
હવે એક બાઉલલો તેમાં કોર્ન ફલોર, મેંદો, મીઠું, આદુ,મરીનો પાવડર, મરચા લસણ ફૂડ કલર અને અજીનો મોટો નાખીને 3 ચમચી જેટલુંપાણી નાખો, હવે જે છૂટા પાડેલા ફુલેવરના પીસીસ છે તે આ બાઉલમાં નાખઈદો અને બરાબર મિક્સ કરો એવી રીતે મિક્સ કરો કે દરેક ફુલેવરના ટૂકડા પર બરાબર કોર્નફ્લોર અને મસાલો ચોટી જાય અને જો તમને લાગે તો થોડું વધુ કોર્ન ફ્લોર એડ કરી શકો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દો, તેલ બરાબર ગરમ થાય એટલે એક એક ફુલેવરના ચૂકડાને ઠૂટા પાડીને બ્રાઉન અને ક્રિસ્પી થાય તે રીતે તળીલો
તૈયાર છે તમારું ફુલેવર 65 આને તમે ગ્રીન ચટણી સાથે અથવા તો ટામેટા સોસ સાથે સર્વ કરી શકો છો.