સાહિન મુલતાનીઃ-
આજકાલ માર્કેટમાં સેન્ડવિચને ચીઝી બનાવી દેવાઈ છે,જેના કારણે તે હેલ્ધીની બદલે અનહેલ્ધી બની છે,જો કે સેન્ડિવચનુ સ્ટફિંગ ઘણી રીતે આપણે હેલ્ધી બાનવી શકીએ છીએ સેન્ડિવમાં ઘણી વેરાયટીઓ છે પ ણજો તમને હેલ્ધી અને ચિઝ વગરની વેજ સેન્ડિવચ ખાવી છે તો આ પાલકની સેન્ડવિચ બેસ્ટ આપ્શન છે.
સામગ્રી
- 1 જૂડી – પાલકની ભાજી
- 3 નંગ – બાફેલા બટાકા
- 2 નંગ – કેપ્સિકમ મરચા (જીણા સમારેલા)
- 3 ચમચી – લીલા મરચા કતરેલા
- સ્વાદ પ્રમાણે – મીઠું
- અડધી ચમચી -ગરમ મસાલો
- 4 થી 5 ચમચી – લીલા ઘાણા જીણા સમારેલા
- મોટી બ્રેડ – એક પેકેટ
સૌ પ્રથમ પાલકની ભાજીને સાફ કરીને જીણી જીણી સમારીલો,ત્યાર બાદ બાફેલા બટાકાને એક બાઉલમાં લઈને મેશ કરીલો.
હવે આ બટાકા વાળા બાઉલમાં પાલકની ભાજી એડ કરીદો હવે તેમાં કેપ્સિકમ મરચા ,લીલા મરચા કતરેલા, એડ કરીલો,
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,ગરમ મચાલો એડ કરીને બરાબર હાથ વડે મિક્સ કરીલો,
ત્યાર બાદ હવે બ્રેડ લો. આ બ્રેડની એક સ્લાઈસ પર આ બટાકા પાલકનું સ્ટફિંગ મૂકીને ઉપર બીજૂ બ્રેડ રાખી દો,
આ રીતે બટાકા પાલકના માવામાંથી બધી સેન્ડિવિચ તૈયાર કરીલો,
હવે ગ્રીલરમાં સેન્ડિવિચને ગ્રીલ કરીલો, સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને ઓઈલ ફ્રી હોવાથી હેલ્ધઈ પણ હોય છે.