કિચન ટિપ્સઃ- હવે મરી અને કેળાના તીખા મીઠા ટેસ્ટી ભજીયા બનાવો જોઈલો રીત
સાહિન મુલતાનીઃ-
સામાન્ય રીતે આપણે મેથીના ગોટા ખાધા હશે જેમાં મરી પમ નાખવામાં આવતા હોય પરંતુ આજે મરીની તીખાશ વાળા અને પાકા કેળાની મીઠાશ વાળા આ ભજીયા બનાવાની રિત જોઈશું જે ખાવામં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
સામગ્રી
- 200 ગ્રામ – બેસન
- 2 નંગ – પાકા કેળા
- 1 ચમચી – અધકચરા મરી વાટેલા
- સ્વાદ પ્રમાણે – મીઠૂ
- 2 નાની પડી – મેથીની જીણી ભાજી
- 1 ચમચી – સુકા ઘણા અધકચરા વાટેલા
- પા ચમચી – ભજીયા ખારો
- તળવા માટે – તેલ
સૌ પ્રથમ એક બાઉલ લો તેમાં બેસનનો લોટ લો, તેમાં મેથીની ભાજી ,મીઠું, વાટેલા મરી, સુકા ધાણા ભીજાયા ખારો નાખી દો ત્યાર બાદ કેળા અંદર બરાબર છુંદીને નાખીદો, હવે જરુર પ્રમાણે પાણી નાખીને ઘટ્ટ ખીરું બનાવો .
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખીદો, તેલ ગરમ થાય એટલે ખીરામાંથી વાકી ચૂંકી સાઈઝના ભજીયા તેલમાં પાળીલો, હવે ભજીયા બરાબર પાકી જાય ત્યા સુધી તેને થવાદો ત્યાર બાદ તેને કાઢીલો
તૈયાર છે તમારા ગરમાં ગરમ મેખીલ કેળાના ભજીયા ઘણી જગ્યાએ આ ભજીયાને ખલવા નામ આપવામાં આવ્યું છે ખાસ કરીને સાઉથ ગુજરાતના ઘણા વિસ્તારમાં આ ભજીયા બનાવવામાં આવે છે,કેળા એટલા માટે નાખવામાં આવે જે મરીની તીખાશને કાપે છે અને તીખો મીઠો સ્વાદ આપે છે.