Site icon Revoi.in

કિચન ટિપ્સઃ હવે ઝટપટ કંઈક ખાવાનું મન થાય તો જોઈલો આ રવામાંથી ટેસ્ટી નાસ્તો બનાવાની રીત

Social Share

સાહિન મુલતાનીઃ-

 રવો અટલે કે સોજી જે નાસ્તામાં દરેક રીતે ઉપયોગમાં લેવાય છે,સોજીમાંથી અવનવી વાનગીઓ બને છે,આજે સોજીનો એક સરસ મજાનો નાસ્તો બનાવાની રીત જોઈશું.જેને સોજીના રોલ કહીશું જે ખૂબ જ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવામાં પણ ઈઝી હોય છે.

 સામગ્રી રોલ બનાવવા માટે

સૌ પ્રથમ એક મોટૂ વાસણલો તેમાં રવો લો ત્યાર બાદ તેમાં દહીં, મીઠું ,લીલા ઘાણા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખીને બરાબર મિક્સ કરો હવે તેમાં જોઈતું જોઈતું પાણી નાખીને એક બેટર તૈયાર કરો.

હવે ઈડલીની ડિશમાં એકદમ પાતળું લેયર બને તે રીતે ખીરું એડ કરીદો, હવે તેને વરાળ પર ઈડલીની જેમ જ બાફીલો, 8 થી 10 મિનિટ બાફો.

બફાય ગયા બાદ આખી પ્લેટમાં લસણની ચટણી સ્પ્રેડ કરીદો .હવે તેમાં કાપા પાડીને રોલ વાળીલો.

 વધાર માટે 

એક કઢાઈમાં તેલ ગરમ કરીને રાય ફોડીલો તેમાં તલ અને કઢી લીમડો પણ એડ કરો હવે જે રોલ વાળ્યા છે તેને કઢાઈમાં એક એક કરીને ગોઠવી લો. અને ઘીમે ઘીમે રોલ ખુલીન જાય તે રીતે ફેરવી લો