કિચન ટિપ્સઃ- હવે ઘરે મહેમાન આવ્યા હોય તો માત્ર 20 મિનિટમાં જ બનાવો આ પારલે બિસ્કિટમાંથી સરસમજાની બરફી
- સાહિન મુલતાનીઃ-સામાન્ય રીતે ઘરે મહેમાન આવે ત્યારે આપણે માર્કેટમાંથી મીઠાઈઓ ઘરે ભોજનમાં લાવતા હોય છે,અથવા તો શીરો સોજી ઘરે બનાવતા હોઈએ છે પણ જો ક્યારેક અચાનક મહેમાન આવે અને ઘરે જ મીઠાઈ સારી બનાવી હોય તો આ માટે પારલેજી બિસ્કિટની બરફી બેસ્ટ ઓપ્શન છે,કારણ કે તે ઘરન ીસામગ્રીમાંથી બની જાય છે અને ઓછી મહેનત પણ લાગે છે.
સામગ્રીઃ-
- 3 નાના પેકેટ – પારલે બિસ્કિટ
- ઘી – બિસ્કિટને તળવા માટે
- 1 કપ – મિવલ્ક પાવડર
- 1 કપ – દૂધ
- 2 ચમચી – ખાંડ
- કાજૂ-દબામ – 2 થી 3 ચમચી જીણા સમારેલા
સૌ પ્રથમ એક નોન્સિટિક પેન લો તેમાં ઘી ગરમ કરો
હવે ઘી ગરમ થઈ જાય એટલે તેમાં બિસ્કિટને આખી ગોઠવીને બન્ને બાજૂ બ્રાઉન થાય તે રીતે તળીલો
હવે બિસ્કિટ ઠંડી થવા દો , ત્યાર બાદ બિસ્કિટને હાથથી મસળીને એધકચરી ક્રશ કરીલો, બિસ્કિટ ક્રિસ્પી હશે એટલે હાથથી જ તૂટી જશે.બો જીણી ક્રશ ન કરવી તે ધ્યાન રાખવું
હવે જે પેનમાં બિસ્કિટ તળી હતી તેમાંથી ઘી કાઢીલો, અને તેમાં 2 ચમચી ખાંડ નાખીને તેને 1 મિનિટ ગરમ કરી ઓગાળીલો.
હવે ખાંડ ઓગળી જાય એટલે તેમાં મિલ્ક પાવડર એડ કરીને બરાબર મિક્સ કરો, ત્યાર બાદ દૂધ એડ કરીને આ મિશ્રણને 3 થી 4 મિનિટ ઘટ્ટ થાય ત્યા સુધી ઉકાળી લો.
હવે ખાંડ અને મિલ્ક પાવજર વાળઆ મિશ્રણમાં બિસ્કિટનો ક્રશ મિક્સ કરી 1 મિનિટ સુધી બરાબર ફેરવીને મિક્સ કરીલો
હવે એક નાની ડિશમાં આ મિશ્રણને જમાવી લો અને તેના ઉપર કાજૂ બદામ લગાવી દો હવે આ ડિશને ફ્રીજમાં 5 મિનિટ રાખઈ દો
5 મિનિટ બાદ બરફીના ટૂકડા કરીલો તૈયાર છે તમારી બિસ્કિટ બરફી