સ્વિટ સૌ કોઈને પસંદ એક ,આ સાથએ જ આપણે ગુજરાતીઓને ખાધા પછી અથવા તો ખાવામાં કંઈક તો સ્વિટ જોઈએ ,તો આજે મલાઈ અને દૂધમાં મીઠી સેવ બનાવાની રીત જોઈશું
મીઠી સેવ બનાવાની સામગ્રી
- અડધો પેટેક – સેવ (જીણી સેવૈયા જે દૂધમાં નાખવાની આવે તે)
- 6 ચમચી – ખાંડ
- 4 ચમચી – દેશી ઘી
- 1 વાટકી મલાઈ
- 500 ગ્રામ – દૂધ
- 2 ચપટી – એલચીનો પાવડર
- 3 ચમચી – કાજૂ જીણા પાતળા સમારેલા
- 3 ચમચી – પાતળી સમારેલી બદામ
- 2 ચમચી – પિસ્તા
- 1 ચમચી ચારોલી
સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ લઈલો તેમાં ખાંડ નાખીને દૂઘને એક ઊભરો આવે એટલું ગરમ કરીલો
હવે એક જાડા તળીયા વાળઈ કઢાઈ લો, તેમાં ઘી નાખો, ત્યાર બાદ આ કઢઆઈને ગેસ પર ગરમ થવા રાખી દો, હવે તેમાં સેવ નાખઈને એક સાફ ચમચા વડે સેવને ઘીમાં શેકીલો,
હવે સેવ બ્રાઉન થાય એટલે તેમાં ઘીમે ઘીમે ગરમ કરેલું દૂધ એડ કરતા જાવ આ રીતે બધુ જ દૂધ એડ કરીદો
હવે ગેસની ફ્લેમ તદ્દન ઘીમી કરીદો અને કઢાઈ પર એર ટાઈટ ઢાંકણ ઠાકીને 5 મિનિટ સુધી થવા દો
5 મિનિટ બાદ એક વખતે સેવને ફેરવી દો હવે તેમાં એક વાટકી મલાઈ નાખઈદો ફરી કઢાઈને ઢાકીને થવા દો
હવે જ્યાં સુધી સેવ પાકી ન જાય અને દૂધ મલાઈ સેવમાં ભળી ન જાય ત્યા સુધી એટલે કે અંદાજે 10 થી 12 મિનિટ સુધી ગેસ પર કઢાીને રહેવાદો
ત્યાર બાદ સેવ બરાબર પાકી ગઈ છે કે નહી તે જોઈલો, હવે તેમાં એલચીનો પાવડર, ચારોલી અને કાજૂ-બદામ નાકીને બરાબર ફેરવી દો
તૈયાર છે માવા દાર દૂધ વાળી સેવૈયા