Site icon Revoi.in

કિચન ટિપ્સઃ-હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર બનાવવું હોય તો જોઈલો આ સૌથી ઈઝી રીત

Social Share

સાહિન મુલતાનીઃ-

લીલા વટાણા સાથે પનીરનું શાક આપણે રેસ્ટોરન્ટમાં ખૂબ મજાથી ખાતા હોઈએ છીએ પણ જો એજ ષાક તમે ઘરે 15 મિનિટમાં જ બનાવી લો અને સ્વાદ પણ રેસ્ટોરન્ટ જેવો જ તો કેવી મજા પડી જાય તો ચાલો જોઈએ ઓછા સમય અને બેઝિક સામગ્રીમાંથી બનતું પનીર મટરનું આ ટેસ્ટિ શાક

સામગ્રી

 

સૌ પ્રથમ ડુંગળી  ટામેટાને મોટા મોટા સમારીલો

હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા દો, તેલમાં જીરું ,ડુંગળી .ટામેટા, લસણની કળીઓ અને આદુને જીણું જીણું સમારીને એડ કરીલો,ત્યાર બાદ તેમાં તજ-લવિંગ અને મરી પમ એડ કરીલો, હવે આ દરેકને ગેસ પર5 મિનિટ સુધી બ્રાઉન થાય ત્યા સુધી સાંતળી લો

હવે ગેસ બંધ કરી આ ગ્રેવીને ઠંડી થવા દો,ત્યાર બાદ મિક્સરની જારમાં તેને તદ્દન જીીઈ ક્રશ કરી લો

હવે જે કઢાઈમાં ગ્રેવી બનાવી તમાં ફરી બે ચમચી તેલ લઈને જીરું એડ કરો અને ત્યાર બાદ તેમાં આ ગ્રેવી નાખીદો, હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠછું, હરદળ અને લાલ મરચું એડ કરીને 2 ચમચી જેટલું પાણી નાખીને ગ્રેવીને વધુ 3 મિનિટ થવાદો

ત્યાર બાદ આ ગ્રેવીમાં બાફએલા વટાણા અને પનીર એડ કરી દેવું, હવે તેમાં 2ચમચી મલાઈ એડ કરો અને 1 કપ પાણી એડ કરો,હવે કઢાઈને ઢાંકીને ગેસની ફ્લેમ ઘીમી કરીને 5 મિનિટ સુઘી થવાદો, હવે કસ્તુરી મેથીના પાન સુ તેમાં એડ કરીને બરાબર મિક્સ કરીલો.ત્યાર બાદ ગેસ બંધ કરીદો

હવે ઉપરથી લીલા ઘાણા અને મલાઈ એડ કરીને સર્વ કરો તૈયાર છે લઝીઝ સ્વાદ વાળું મટર પનીર,જે બનાવામાં તદ્દન ઈઝિ પણ છે અને તમારા રસોડામાં પડેલી સામગ્રીના ઉપયોગથી જ બની જશે