કિચન ટિપ્સ – હવે ઝટપટ કઈક શાક બનાવવું છે તો જોઈલો આ ડુંગરી નું ટેસ્ટી શાક બનવાની રીત
સાહિન મુલતાનીઃ-
સામાન્ય રીતે કોઈ પણ શાકભાજી બનાવવું હોય તો ઘણો સમય જતો રહે છે તેને સનમારવું બનાવવું અઘરુ હોય છે પણ ક્યારેક ખૂબ ભૂખ લાગી હોય અને કઈજ શાકભાજી ન હોય ત્યારે શું કરવું ત્યારે તમે માત્ર ડુંગળીનું શઆક બનાવી શકો છો જે બનાવામાં તો સરળ છે ખાવામાં પણ ટેસ્ટી છે તો ચાલો જાણીએ કઈ રીતે છે આ ડુંગળીનું શાક
સામગ્રી
- 4 નંગ -ડુંગળી લાંબી સમારેલી
- 2 ચમચા – તેલ
- 1 ચમચી – જીરું
- 2 ચમચી – આદુ લસણની પેસ્ટ
- 4 ચમચી – બેસન
- સ્વાદ પ્રમાણે મીઠું
- 2 ચમચી – લાલ મરચું
- જરુર મુજબ – હરદળ
- 1 ચમચી – ઘાણાજીરાનો પાવડર
- જીણા સમારેલા થોડા લીલા ઘાણા
ડુંગળીનું શાક બનાવાની રીત
સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ તરી તેમાં જીરુ અને સમારેલી ડુંગળી નાખીને બ્રાઉન થાય ત્યા સુઘધી સાતળી લો
હવે ડુંગળી બ્રાઉન થાય એટલે તેમાં બેસન એડ કરીને સાતળીલો
હવે તેમાં મીઠુ, હરદળ, ઘાણાજીરુ પાવડર અને લાલ મરચું એડ કરી દો
ત્યાર બાદ તેમાં જરુર પ્રમાણે થોડું પાણી નાખીદો અને ગરમ કરીલો
તૈયાર છે ડુંગળીનું બેસન વાળુ ઈન્સ્ટન્ટ બનતું આ શાક જે ખિચડી સાથએ અને રોટલી સાથએ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.
tags:
kithen tips