સાહિન મુલતાનીઃ-
શિયાળાની સાંજે આપણાને ખૂબ ભૂખ લાગતી હોય છે જો કે સાંજે પેટભરીને નાસ્તો કરીએ તો જમવાનું બગડે છે આવી સ્થિતિમાં 5 થી 6ના ગાળામાં તમે સુપનું સેવન કરી શકો છો જે તનમારી ભૂખને ઉઘાડે છે સાથે જ ઠંડીમાં રક્ષણ આપે છે ખઆસક બાળકોની જો વાત કરીએ તો બાળકો માટે બીટ ગાજર પાલકનું મિક્સ સુપ ખૂબ હેલ્ઘી ગણાય છે તો આડે આ મિક્સ સુપ બનાવાની રીત જોઈશું.
સામગ્રી
- 1 ઝુડી પાલક
- 1 નંગ બીટ
- 2 નંગ ગાજર
- 1 ચમચી- લસણ જીણું સમારેલું
- અડધી ચમચી – મીરનો પાવડર
- 2 નંગ – લીલા મરાચા જીણા સમારેલા
- સ્વાદ અનુસાર – મીઠું
- અડધી ચમચી – જીરું
- 3 ચમચી – દેશી ઘી
- 1 નાનો ટૂકડો – આદુ જીણું સમારેલું
સૌ પ્રથમ પાલકને બરાબર સાફ કરીને પાંદડા અલગ કરીને તેને 3 થી 4 પાણી વડે ધોઈલો,આજ રીતે બીટ અને ગાજરના નાના નાના ટૂકડજાઓ કરી તેને પણ ઘોઈલો
હવે આ પાલક ગાજર અને બીટને તપેલીમાં પાણી ગરમ કરીને બાફીલો, બફાય જાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરીલો ક્રશ કરીને એક ચારણીનાં છાનીલો જેથી કૂચો દૂર થઈ જાય અને તેનું જે પાણી બચે તેમાં સુપ બનાવી શકાય
હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો, ઘી થાય એટલે તેમાં જીરુ,લસણ,મરચા, એડ કરીને બરાબર સાંતળી લો
ત્યાર બાદ આ ઘીમાં પાલકની પ્યુરી નાખીલો, હવે એક વાટકી પાણીમાં કોર્ન ફ્લોર એડ કરીને તે પાણી પણ પાલકના સૂપમાં એડ કરીને 5 મિનિટ ઘટ્ટ થાય ત્યા સુધી ઉકાળી લો.
હવે આ ઉકળતા સૂપમાં તમારા ટેસ્ટ પ્રમાણે મીઠુ અને મરી પાવડર એડ કરીદો, આ સુપ બાળકો માટે ખૂબ જ હેલ્ઘી છે 1 વર્ષના બાળકને પણ આ સુપ આપી શકાય છે.