સાહિન મુલતાનીઃ-
સામાન્ય રીતે સાંજે આપણાને ઘણી વખત ભૂખ લાગતી હોય છે, ઘણી વખત એવું પણ બને છે કે ઘરમાં કઈ નાસ્તો ન હોય , પરંતુ રવો એક એવી વસ્તુ છે કે જેને તમારે કિચનમાં રાખવો જોઈએ કારણ કે જ્યારે પણ અચાનક ખૂખ લાગે છે ત્યારે 10 થી 12 મિનિટમાં રવામાંથી ઘણી બઘી ડિશ બનાવીને નાસ્તો કરી શકીએ છીએ.
આજે વાત કરીશુંરવામાંથી બનતા ઉપમાની.આપણે માર્કેટમાં તૈયાર પેકેટનો ઉપમા ખાતા હોઈએ છીએ જે વધુ પૈસામાં ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં આવે છે, જો કે ઘરના એક વાટકી રવામાંથી તમે પેટ ભરીને ખાશો તેટલો ઉપમાં બનાવી શકો છો.
ઉપમા બનાવા માટેની સામગ્રી
- 1 – વાટકો રવો
- 1 – વાટકો છાસ
- 1 – ચમચી રાય
- 1 ચમચી – જીરુ
- 10 થી 12 નંગ – લીલા તીખા મરચા જીણા જીણા સમારેલા
- 1 નંગ – જીણું સમારેલું ટામેટું
- 1 નંગ – જીણી સમારેલી ડુંગળી
- 1 નંગર – કેપ્સિકમ મરચું
- 1 નંગ – ગાજર
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – કઢી લીમડો
સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ થવાદો. તેમાં રાય ફોડીલો, ત્યાર બાદ તેમાં ગુંગળી અને જીરુ એડ કરીને બરાબર સાંતળીલો, હવે તેમાં લીલા મરચા,કેપ્સિકમ મરચા, ટામેટા,ગાજર એડ કરીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બરાબર થવાદો.
ટામેટા ડુંગળી બરાબર સંતળાય ગયા બાદ તેમાં રવો એડ કરીને તવીથા વડે બરાબર મિક્સ કરો, રવો બરાબર શેકાઈ જાય એટલે તેમાં ઘીરે ઘીરે છાશ રેડતા જાવ અને એક હાથથી રવાને ફેરવતા જાવ જેથી ગાઠા ન પડે, જ્યા સુધી ઉપમા ઘટ્ટ ન થાય ત્યા સુધી છાશ એડ કરવી, તમને ઉપમાં વધુ લિક્વિડ જોઈએ તો છાસનું પ્રમાણ વધારવું.
હવે 5 મિનિટ સુધી કઢાઈને ગેસ પર રહેવાદો ઘીમા પાતે ઉપમાને ફેરવતા રહો ત્યા બાદ કઢાઈને ઉતારી ઉપરથી લીલા ઘાણા એડ કરીલો,તૈયાર છે રગમા ગરમ ઉપમાં જે 10 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે.