Site icon Revoi.in

કિચન ટિપ્સ- હવે ઓનિયન-આલુ ચીપ્સના ઈઝી રીતે બનાવો આ પકોડા, ખાવામાં ટેસ્ટી અને ક્રિસ્પી

Social Share

સાહિન મુલતાનીઃ-

સૌ પ્રથમ ડુંગળી બટાકની છાલ કાઢીલો અને પાણી વડે ઘોઈલો  હવે બટાકાની પાતળી પાતળી લાંબી ટિપ્સ સમારીલો એજ રીતે ડુંગળીને પણ ઘોઈલો અને તેની પણ પાતળી લાંબી ચિપ્સ સમારીલો

હવે એક બાઉલ લો તેમાં કાંદા બટાકાની ચિપ્સ લઈલો,  હવે તેમાં મીઠું , ચીલી ફ્લેક્સ આદુ .મરચા અને લસણની પેસ્ટ તથા અજમો એડ કરીને હાથ વડે બરાબર મિક્સ કરીલો, હવે તેને 5 મિનિટ ઢાંકીને રહેવા દો

હવે ત્યાર બાદ તેમાં બેસન અને ચોખાનો લોટ એડ કરીને બકાબર મિક્સ કરીદો અને લીલા ઘાણા પણ એડ કરીલો

હવે એક કઢાઈમાં ભરપુર તેલ લો અને તેને ગેસ પર ગરમ કરવા રાખીદો તેલ ગરમ થાય એટલે ડુંગળી અને બચટાકાના પકોડા બઘી બાજુ બ્રાઉન ક્રિસ્પી થાય તે રીતે તળીલો

તૈયાર છે ચિપ્સ પકોડા તેને તમે ગ્રીન ચટણી તથા ટામેટા કેચઅપ સાથે સર્વ કરી શકો છો.