સાહીન મુલતાનીઃ-
સામગ્રી
- 1 કપ – ચોખા
- 1 કપ – અળદ દાળ
- 2 કપ -ચણાની દાળ
- મીઠૂં – સ્વાદ પ્રમાણે
- 3 ચમચી – આદુ મરચાની પેસ્ટ
- 1 ચમચી – ચીલી ફ્લેક્સ
- અડધી ચમચી – હરદળ
- જરુર પ્રમાણે – લીલા ધાણા
- 2 નંગ – જીણા સમારેલા કાંદા
રીત – સૌ પ્રથમ ચોખા અને બન્ને દાળને ઓછામાં ઓછી 4 કલાક સુધી પાણીમાં પલાળી રાખો , હવે દાળ-ચોખાને ચારણીમાં રાખીને તેની અંદર રહેલું પાણી બરાબર નીતારી લો, ત્યાર બાદ સાથે મિક્સરમાં ક્રશ કરીલો.
હવે આ મિશ્રણમાં આદુ-મરચાની પેસ્ટ, ચીલી ફ્લેક્શ, મીઠૂં, હરદળ, લીલા ઘાણા, લીસમારેલી ડુંગળી, નાખીને બરાબર મિક્સ કરીલો,
હવે આ બેટરને થોડી પાણી નાખીને નરમ કરવું જેથી તવી પર પૂડલા પાડી શકાય
હવે એક તવી ગરમ થવા દો, આ તવીમાં બેટરમાંથી નાના ગોળ સરખા પૂડલા પાળો અને બન્અને બાજૂ ક્થરિસ્વાપી થાય ત્યા સુધી તળી લો
તળતી વખતે રોટલીની જેમ બન્ને બાજુ સારી રીતે ઘીમા તાપે તળવા.
આ ચિલા ક્રિસ્પીની સાથે સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી પણ હોય છે તો હવે તમે ટ્રાય કરો