Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં મિલ્કી વેજીસ ચિઝી સૂપ

Social Share

સાહિન મુલતાનીઃ-

સુપ તો આપણે ઘણા પિધા હશે પણ આજે જે સુપ બનાવાના છે તે ખૂબ જ ચિઝી મિલ્કી અને વેજીસ સુપ છે જેને બનાવા માટે ઓછો સમય અને ઓછી સામગ્રીની જરુર પડે છે અને સ્વાદમાં તે ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટને પણ ટક્કર આપે છે તો ચાલો જોઈએ આ મિલ્કી સૂપ કઈ રીતે બનાવાઈ છે.

સામગ્રી

સૌ પ્રથમ બ્રોકલી અને ગાજરને પાણીમાં મીઠું નાખઈને 5 મિનિટ ઉકાળઈને ચારણીમાં ગાળીલો.

હવે એક પેનમાં બટર ગરમ કરો તેમા જીરું એડ કરો ત્યાર બાદ તેમાં લીલા મરચા,આદુ અને લસણને પણ સાંતળી લો

હવે આ મસાલો સતળાય જાય એટલે તેમાં મેંદો બરાબર શેકીલો

બટરમાં મેંદો બરાબર શેકાઈ જાય એટલે ઘીરે ઘીરે દૂધ એડ કરતા જાઓ આમ બધુ દૂધ એડ કરીને 5 મિનિટ સોસ ઘટ્ટ થાય ત્યા સુધી ઉકાળી લો

હવે આ વ્હાઈટ સોસોમાં બાફેલા ગાજર અને બાફેલી બ્રોકલી એડ કરીદો હવે સ્વાદ અનુસાર મીઠું. સિઝલીંગ અને ચીલી ફ્લેક્સ પણ એડ કરીલોટ

હવે જે ચિઝ છે તે બધ જ તેમાં છીણીને નાખીદો હવે તેને 1 મિનિટ ઉકાળો ચિઝ મેલ્ટ થાય એટલે તેમાં મરી પાવડર નાખીને ઉપરથી લીલા ઘાણા નાખઈ ગેસ બંધ કરીદો તૈયાર છે ચિઝી મિલ્કી વેજ સૂપ