કિચન ટિપ્સઃ- હવે ઘરે જ બનાવો ગોળમાંથી શેરડીનો મિન્ટ ફ્લેવરનો રસ
સાહિન મુલતાનીઃ-
- હવે શેરડીનો રસ ઘરે બનાવો
- ગોળના ઉપયોગથી બશે શેરડીનો રસ
ઉનાળો આવતાની સાથે જ ગરમીમાં ઠંડુ પીવાનું મન થયું હોય છે આવી સ્થિતિમાં સૌ કોઈ લોકો શેરડીના રસનું સેવન કરતા હોય છે જો કે ઘણી વખક તડકાના કારણે બહાર જવાનું મન નથી થયું પરમતુ શેરડીનો રસ પીવો હોય છે આવી સ્થિતમાં જો તમારા ઘરમાં ગોળ હશે તો તમે શેરડીનો ઠંડો ઠંડો રસ બેધિક સામગ્રીમાંથી તૈયાર કરી શકશો.
સામગ્રી
- 1 કપ ગોળ
- 4-5 નંગ ફૂદીનાના પાન
- 1 નાનો ટૂકડો આદુ
- આઈસ ક્યૂબ જરુર પ્રમાણે
- 1 ચમચી – લીબુંનો રસ
રીતઃ- સૌ પ્રથમ એક મિક્સરની જારમાં ગોળ લઈલો હવે તેમાં ફૂદીનાના પાન અને આદુનો ટૂકડો એડ કરીને બરાબર ક્રશ કરીલો
હવે મિક્સરની જ્યુસર વાળી જારમાં 10 થી 15 આઈસક્યૂબને ક્રશ કરીલો હવે આ ઈસ ક્યૂબમાં ક્રશ કરેલો ગોળ એડ કરીને 2 મિનિટ સુધી મિકસ કરીલો
ત્યાર બાદ તેમાં લીબુંનો રસ એડ કરીલો અને ફરી એક વખત મિક્સ કરીલો
હવે આ રસને ગરણી વડે ગ્લાસમાં ગાળી લો
હવે તેમાં જીરું અને સંચળ નાખઈને બરાબર મિક્સ કરીલો તૈયાર છએ તમારો ઈન્સ્ટન્ટ શએરડીનો રસ તે પણ હોમમેડ