Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે પુરીને બનાવો લાંબો સમય સુઘી નરમ રહે તેવી, બસ જાણીલો આ ટ્રિક અને ટિપ્સ

Social Share

સાહિન મુલતાની-

સામાન્ય રીતે ગૃહિણીઓ ઈચ્છતી હોય કે તેમની દરેક વાનગીઓ ,ડિશ કે રસોઈ પરફેક્ટ બને, તેમાં કોઈ કમી ન રહે આ સાથે જ સ્વાદમાં બાંઘછોડ પણ ન કરવી પડે,ગૃહિણીઓ રસોઈ ઘરમાં સવારથી સાંજ સુધી અનેક વાનગીઓ બનાવતી હોય છે પરંતુ ઘણા લોકોને ફરીયાદ હોય છે કે તેમની પુરી ગોળ દડા જેવી ફૂલતી નથી, અને જો ફૂલે છે તો તે કડક બને છે ,નરમ બનતી નથી, તો આજે જાણીશું એવી ટિપ્સ કે જેનાથી તમારી પુરી ગોળ દડા જેવી પણ બનશે અને સરશતાથી આ પુરી પર શાક પણ લઈ શકો તેવી નરમ પણ બનશે, બસ એના માટે આ ટિપ્સ ફોલો કરવી પડશે.

સૌ પ્રથમ જ્યારે પણ તમે પુરી માટે લોટ બાંઘો છો એટલે એક વાત ખાસ ધ્યાન રાખવી, લોટમાં મોળ નાખવું, અને મોળ માપથી જ નાખવું, જો 500 ગ્રામ લોટ હો. તો માત્ર 3 નાની ચમચી તેલ નાખવું,વધારે તેલ નાખવાથી પુરી કડક બને છે અને તેલ પીવે છે.

લોટ બાંધતી વખતે લોટ એકદન કડક બાંધવો નહી, બને ત્યા સુધી લોટને એટલો નરન રાખો કે પુર સરળતાથી વણાઈ જાય અને પાટલી પર ચોંટે પણ નહી.

હવે લોટ બંધાયા બાદ તેને 10 મિનિટ ઢાકીને રાખીદો, ત્યાર બાદ 1 ચમચી તેલ વડે લોટને બરાબર 5 મિનિટ સુધી ગુંદીને લીસ્સો કરીલો,

હવે એક સરકા લુઆ પાડીલો, હવે પુરી વણતી વખતે પહેલા એક બાજુ વણવી ત્યાર બાદ તેને બીજી પલટીને બે વેલણ ફેરવી લેવા, આમ કરવાથી તમારી પુરી ગોળ ફૂલશે.

હવે કઢાઈમાં તેલને બરાબર ગરમ થવા દેવું, ત્યાર બાદ જ આ પુરી નાખવી, અને પુરી તેલમાં હંમેશા ઉલટી સાઈડ નાખવી જેથી તે ઓખી ફૂલશે.

બસ હવે જ્યારે પણ પુરી બનાવો છો તો આટલી બાબતનું ધ્યાન આપો, જેથી તમારી પુરી ક્યારેય કડક નહી બને અને ગોળ દડા જેવી ફૂલશે પણ ખરી.તો આજે જ અપનાવો પુરી બનાવાની આ પરફેક્ટ ટિપ્સ