સાહિન મુલતાની-
- મગની દાળમાંથી અનેક વાનગીો બનતી હોય છે આજે મગની દાળની એક નવી વાનગી લઈને આવ્યા છીએ જેને બનાવાની રીત સરળ તો છે જ પણ આ સ્ટફિંગ પૂડલા ખાવામાં હેલ્ધીની સાથે સાથે ખૂબ જ ટેસ્ટી પણ છે.
સામગ્રી મગની દાળનું ખીરું બનાવા માટે
- 2 કપ – મગની દાળ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 2 નંગ – લીલા મરચા
- 8 થી 10 નંગ – લસણની કળી
- જરુર પ્રમાણે – હરદળ– સૌ પ્રથમ મગની દાળને ઓછામાં ઓછી 4 કલાક ભરપાણીમાં પલાળી રાખો, ત્યાર બાદ તેને મિક્સરમાં લો, તેમાં મીઠું, મરચા, લસણ હરદળ નાખીને એકદમ જીણી દળી લો, હવે આ બેટરને એટલું નરમ રાખવું જે રીતે ઈડલીનું હોય છે.જેથી સરળતાથી તેને તવી પર સ્પ્રેડ કરી શકાય
- સ્ટફિંગની સામગ્રી
- 2 નંગ – બાફેલા બટાકા ( છીણીમાં છીણી લેવા)
- 1 નંગ – કેપ્સિકમ મરચું (જીણું સમારેલું)
- 1 નંગ – ડુંગળી (જીણી સમારેલી)
- 1 નંગ – ગાજર (જીણું સમારેલું)
- 1 નંગ ટામેટૂં (જીણું
- સમારેલું)
1 કપ – ચિઝ છીણેલું2 – ચમચી તેલ - જરુર પ્રમાણે – મીઠું
- 2 ચમચી – જીણા સમારેલા લીલા ધાણા
- 1 ચમચી – જીરુ
- 2 ચમચી – ચિલિ ફ્લેક્સ
- 1 ચમચી – ઓરેગાનો
હવે એક કઢાઈલો તેમાં 2 ચમચી તેલ એડ કરો ત્યાર બાદ તેમાં ડુંગળી, કેપ્સિકમ, ગાજર અને ટામેટા એડ કરીને બરાબર સાંતળીલો, હવે તેમાં જરુર પ્રમાણે મીઠું એડ કરીને ચીલી ફ્લેક્શ અને ઓરેગાનો તથા છીણેલા બટાકા ,લીલા ધાણા અને ચિઝ એડ કરીને બરાબર મિક્સ કરી દો તૈયાર છે તમારું સ્ટફિંગ
હવે એક નોનસ્ટિક તવી લો,તેના પર થોડુ તેલ લગાવો અને એક ઊંડા ગોળ ચમચાની મદદથી તેમાં એક ચમચા જેટલું મગની દાળનું ખીરું નાખીને જાડી અને નાની સાઈઝમાં પુડલો પાડો(પેઈન કેક જેવું થીક) હવે આ પુડલાને બરાબર શેકાવા દો ત્યાર બાદ તેને પલટાવી દો
હવે પલટાવેલી સાઈડમાં બટાકા વેજનું તૈયાર કરેલું સ્ટફિંગને હાથમાં ટિક્કીની જેમ બનાવીને પુડલા પર રાખીદો ત્યાર બાદ તે સ્ટફિંગ ઢંકાઈ જાય તે રીતે ફરી મગની દાળનું ખીરું તેના ઉપર નાખો,
હવે સ્ટફઇંગ અંદરલ જતું રહ્યું હશે એટલે તેના પર એક ઢાંકણ ઢાંકીને 2 મિનિટ ગેસની ફ્લેમ ઘીમી કરીને પુડલાને થવાદો, ત્યાર બાદ બીજી તરફ પણ 2 મિનિટ પુ઼લાને થવાદો
જ્યારે બન્ને બાજુ મગની દાળનું સેયર ક્રિસ્પી થઈ જાય ત્યારેતેને ઉતારીલો હને તેને સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો.