કિચન ટિપ્સઃ હવે બાળકોને લંચ બોક્સમાં બનાવી આપો આ પાપડ પોટેટો સ્ટિક, ખાવામાં ટેસ્ટી બનાવામાં ઈઝી
સાહિન મુલતાનીઃ-
આપણે સૌ કોઈ અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ ખાસ કરીને બટાકા એવી વસ્તુ છે કે જેની ઘણી વાનગીઓ બનતી હોય છે. આજે વાત કરીશું પાપડ રોલની જે બનાવા સૌથી ઈઝી છે, ખાસ કરીને બાળકોને ભાવશે પણ વાનગી તો ચાલો જાણીએ કેવી રીતે બને છે આ રોલ જે ખૂબ જ ઓછી સામગ્રીમાં બની પણ જાય છે.
સામગ્રી
- 6 નંગ – અળદની દાળના પાપડ
- 3 નંગ – બાફીને ક્રશ કરેલા બટાકા
- 4 થી 5 નંગ – લીલા મરચા ,અધકચરા વાટેલા
- સ્વાદ પ્રમાણે – ચાટ મસાલો
- 2 ચમચી – લીલા ઘાણા
- 1 ચમચી – મેગી મલાસો
- 1 ચમચી – તેલ
- 1 ચમચી – જીરુ
પાપડ રોલ બનાવાની રીતઃ-
સૌ પ્રથમ બટાકામાં ચાટ મસાલો અને લીલા ઘાણા નાખીને બરાબર મિક્સ કરીદો
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરું લાલ કરીને લીલા મરચા એડ કરી સાંતળી લો.
હવે આ કઢાઈમાં બટાકાનો માવો નાખીને બરકાબર મિક્સ કરીલો.
હવે એક પ્લાસ્ટિકની કોથળીને ગોળ સરખી કટ કરીલો તેને રોટલી વણવાની પાટલી પર તેલ વડે ચોટાડી દો
હવે એક મોટી ડિશમાં પાણી લો તેમાં પાપળને પલાળી દો હવે આ પાપટ પાટલી પર રાખીદો
હવે બટાકાનું સ્ટફિંગ લો અને પાપડ પર રાખીને તેને ટાઈટ રોલ વાળઈ દો, ચારે બાજૂથઈ કોર પેક થાય તેનું ધ્યાન રાખવું
હવે એક કઢાઈમાં ભરતેલ ગરમ થવાદો અને ડુબતા તેલમાં પાપડરોલ તળીલો.