Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે બાળકો માટે બનાવો આ બટાકાની ફ્રાઈસ, બનાવામાં ઈઝી ખાવામાં ટેસ્ટી

Social Share

સાહિન મુલતાનીઃ-

 બટાકાની ફ્રેંચ ફ્રાઈસ આપણે ઘણી ખાઘી છે જો કે કેટલાક કાફે કે રેસ્ટોરન્ટમાં લોંગ ફ્રેંચ ફ્રાઈસ પણ ખાધી છે ત્યારે વિચાર આવે કે બટાકા તો આટલા મોટા હોતા નથી તો આ લોંગ ફ્રેંચ ફ્રાઈસ કઈ રીતે બનતી હશે તો આજે તેની રેસિપી જોઈશું

સામગ્રી 

લોંગ ફ્રાઈસ બનાવાની ઈઝી રીત

 સૌ પ્રથમ બટાકાને બાફીને કોરા કરીલો ત્યાર બાદ તેની છાલ કાઢીને તેને ગ્રેટ કરીલો ,બટાકામાં એક પણ ગાંગળો ન રહે તેનું ખાસ ધ્યાન રાખો

 હવે આ મેષ કરેલા બટાકામાં કોર્ન ફ્લોર એડ કરીને તેમાં મીઠું ,ચીલી ફ્લેક્સ અને મરીનો પાવડર એડ કરીને બન્ને હાથ વડે લોટ જે રીતે બાંધીએ તે રીતે મિક્સ કરીલો

 જો આ બટાકાનો માવો તમને હજી પણ નરમ લાગતો હોય તો તમે જરુર પ્રમાણે વધુ કોર્ન ફ્લોર એડ કરી શકો છો.

 ત્યાર બાદ થોડો કઠણ માલો થાય એટલે એક પાટલી લો તેના પર પ્લાસ્ટિકની કોછળી લગાવો ત્યાર બાદ થોડો બટાકાનો માવો લઈને તેની લાંબી લાંબી ગાઠઈયાની જેમ ગોળ ગોળ ફ્રેંસ ફ્રાઈસ વણીલો, 

 હવે એક મોટી કઢાઈમાં જેમાં લોંગ ફ્રેંચ ફ્રાઈસ સમાય જાય તેવી કઢાઈ હવે તેમાં તેલ લઈને ગરમ કરો તેલ બરાબર ગરમ થાય એટલે તૈયાર કરેલી ફ્રાઈસ અંદર નાખઈને બ્રાઉન થાય ત્યા સુધી તળીલો

 તૈયાર છે તમારી લોંગ પોટેટો ફ્રેંચ ફ્રાઈસ, જેને સોસ અથવા ડિપ સાથે ખાઈ શકો છો.