Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે ચોમાસાની સાંજે નાસ્તામાં બનાવો આ પોટેટો સ્મોલ ક્યૂબ, બનાવામાં ઈઝી ખાવામાં યમ્મી

Social Share

સાહિન મુલતાનીઃ-

ચોમાસામાં વરસતા વરસાદમાં સાંજ પડતાની સાથે જ આપણાને કઈક ગરમ ખાવાનું મન થાય છે આવી સ્થિતિમાં આપણે સૌથી ઈઝી બનાવી શકીએ તેવી વાનગી પ્રીફર કરીએ છે તો આજે બટાકાની ફ્રાયડ ક્યૂબ બનાવાની રીત જોઈશું.જેમાં માત્રા બટાકાની જરુર પડે છે અને બેઝિક મસાલાના ઉપગોય થાય છે.

સામગ્રી

સૌ પ્રથમ બટાકાની છાલ કાઢીલો, હવે બટાકાને 2 થી 3 પાણી વડે ઘોઈલો,પછી બટાકામાંથી દરેક બટાકાના એક સરખા નાના નાના ચોરસ ટૂકડા કરીલો.

હવે એક તપેલીમાં પાણી ગરમ કરો હવે પાણ ીઉકળે એટલે તેમાં આ બટાકાના ટૂકડાઓ નાખઈને ખાલી 3 છી 5 મિનિટ ઉકાળઈ લો.

હવે બટાકાને ટૂકડાઓને ચારણીમાં નિતારવા રાખી દો અને ઠંડા થવા દો.

હવે એક પ્લેટમાં આ બોઈલ કરેલા ટૂકડાઓ લઈલો, તેના પર ચિલી ફ્લેક્સ, મીઠું, મરીનો પાવડર અને કોર્ન ફ્લોર નાખીને બરાબર મિક્સ કરીદો, એટલે બટાકા પર કોર્ન ફ્લોસ અને મસાલો સેટ થઈ જાય.

હવે ગેસ પર કઢાઈ રાખીને તેમાં તેલ ગરમ થવા રાખી દો, તેલ બરાબર ગરમ થાય એટલે બટાકાને તેલમાં તળીલો, બધી બાજુ બ્રાઉન થાય તે રીતે બટાકાને તળઈને કાઢીલો

તૈયાર છે પોટેટો ક્યૂબ ,તમે આ ક્યૂબને ડિપ સાથે,કે પછી સોસ સાછે કે ગ્રીન ચટણ ીસાથે ખાઈ શકો છો.

જો તમે ઈચ્છો તો આ બટાકામાં ગોળ આમલીની ચટણી દહી સેવ, સલાડ નાખઈને ચાટ પણ બનાવી શકો છો.