Site icon Revoi.in

કીચન ટિપ્સ – હવે બાળકો માટે નાસ્તામાં બનાવી આપો આ ટેસ્ટી અને જડપી બનનો બિસ્કિટ ચાટ

Social Share

સાહિન મુલતાનીઃ-

પિઝા સાંભળતા જ બાળકોના મોઢામાં પાણી આવી જાય છે બાળકોને પિત્ઝા ખૂબ પસંદ હોય છે જો કે આજે કઈક હટકે પિત્ઝઆ બનાવીશું ,મોનેકો બિસ્કિટ જે સૌ કોઇ બાળકો હોંશે હોંશે ખાતા હોય છે આજે આ બિસ્કિટને વેજીસ અને ચિઝથી ભરપુર બનાવીને બાળકોને પિત્ઝા જેવો જ ટેસ્ટ આપી શું, જે તમે બાળકોને ટિફિનમાં બનાવી શકો છો,ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી હશે.

સામગ્રી

12 નંગ મોનેકો બિસ્કિટ
1 નંગ – નાનું ટામેટું જીણુ સમારેલું
1 નંગ – નાની ડુંગળી જીણી સમારેલી
1 નંગ – શિમલા મરચું જીણું સમારેલી
4 ચમચી – છીણેલી ચિઝ
2 ચમચી – માયોનિઝ
2 ચમચી – બાફેલા મકાઈના દાણા
5 ચમચી – ટામેટા સોસ
અડઘી ચમચી – તિલીફ્લેક્સ
1 ચમચી – ઓરેગાનો
2 નંગ – ચિઝની ક્યૂંબ

સૌ પ્રથમ યેક બાઉલ લો, તેમાં ડુંગળી, ટામેટા,શિમલા મરચું, મકાઈના દાણા, છીણેલું ચિઝ, માયોનિઝ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખો.

ત્યાર બાદ આ બધા વેજીસને બરાબર ચમચી વડે મિક્સ કરીલો

હવે એક મોનેકો બિસ્કિટ લો તેના પર ચમચી વડે ટામેટા સોસ સ્પ્રેડ કરો.

હવે જે વેજીસ અને ચિઝનું મિશ્રણ કર્યું હતુ તે ટામેટા સોસ લગાવેલી બિસ્કિટ પર એક કે બે ચમચી લગાવીદો, ત્યાર બાદ બીજી બિસ્કિટ તેના પર રાખીને હળવા હાથે દબાવી દો.આજ પ્રોસસથી બાકીની 10 બિસ્કિટમાંથી આવી રીતે જ 5 સેન્ડિવચ તૈયાર કરીલો

હવે દરેક બિસ્કિટ સેન્ડવીચ પર ચિઝ છીણીલો, તૈયર છે તમારી પિત્ઝા સેન્ડિવીચ ,જો તમારા ત્યા ઓવન હોય તો તેમાં 5 થી 10 મિનિટ તેને બેક કરી શકો છો,અને ન હોય તો એમ જ ખાય શકાય છે.