સાહિન મુલતાની-
બેસન રવો કે ચોખાનો લોટ આ બધાના પુડલા આપણે ખૂબ ખાધા જ હશે જો કે આજે દૂઘી અને બટાકાને ક્રશ કરીને ચીલા બનાવાની અનોખી રીત જોઈશું જે ખાવામાં ટેસ્ટી હશએ અને જે બાળકો ને દૂધી નથી ભાવતી તે પણ હોંશે હોંશે આ ચીલા ખાશે.
સામગ્રી
- 1 નંગ – દૂધી
- 4 નંગ – બટાકા
- 4 ચમચી – લીલા મરચા આદુ લસણની પેસ્ટ
- સ્વાદ પ્રમાણે – મીઠુ
- જરુર પ્રમાણે – હરદળ
- 1 ચમચી – ચીલી ફ્લેક્સ
- 1 ચમચી – અજમો
- 1 ચમચી – જીરુ
- 1 કપ- સોજી
- 1 કપ- ચોખાનો લોટ
- 2 ચમચી – બેસન
- થોડા લીલા – ઘાણા
સૌ પ્રથમ દૂધીની છાલ કાઢીલો ત્યાર બાદ તેના નાના નાના ટબકડાો કરીને મિક્સરમાં ક્રશ કરીલો હવે આજ રીતે બટાકાની છાલ કાઢીને તેના નાના નાના ટૂકડાઓ કરીને મિક્સરમાં ક્રશ કરીલો આ સાથે જ ક્રશ કરતી વખતે થોડુ પાણી પણ એડ કરવું જેથી બન્ને ના ગઠ્ઠા ન રહે
હવે એક મોટૂ બાુલ લો, તેમાં દૂધી અને બટાકાનો ક્રશ લઈલો, ત્યાર બાદ તેમાં મીઠું ,હરદળ ,ચીલી ફ્લેક્સ ,આદુ સલણ અને મરચાની પેસ્ટ, જીરુ અને અજમો નાખીને બરાબર મિક્સ કરીદો
હવે આ મસાલા વાળા દૂઘી બટાકાના ક્રશમાં ચોખાનો લોટ અને સોજી એડ કરીને ચીલા પડે તે રીતે બેટર તૈયાર કરીલો તયાર બાદ તેમાં 2 ચમચી બેસન પણ એડ કરીલો
હવે એક નોન્સ્ટિક તવી ગરમ કરો એક ચમચા વડે આ બેટરમાંથી એક નાની સરખી સાઈઝના નાના નાના ચીલા પાડો બન્ને બાજુ ક્રિસ્પી થવા દો
તૈયાર છે બટાકા દૂધીના ચિલા ખાવામાં ટેસ્ટી પણ અને હેલ્ધી પણ જેને સોસો કે ચટણી સાથે સર્વ કરો