કિચન ટિપ્સઃ- હવે બાળકો માટે બનાવો ચિઝ અને બટાકાનો આ ટેસ્ટી નાસ્તો
સાહિન મુલતાનીઃ-
ચિઝ પોટેટો ક્યૂબ આપણે ઘણી રેસ્ટોરન્ટમાં ખાઘી હશે જો કે આ ક્યૂબ ઘરે પણ તમે બનાવી શકો છો જે બનાવામાં ખૂબ જ ઈઝી હોય છે અને 4 થી 5 સામગ્રીમાં જ બની પમ જાય છે તો આજે જ તમારા કિચનમાં આ નાસ્તો ટ્રાય કરો
સામગ્રી
- 4 નંગ – બાફેલા બટાકા
- 1 – કપ મોઝરેલા ચિઝ
- 2 ચમચી – ચીલી ફ્લેક્સ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 2 કપ – બ્રેડ ક્રમ્શ( 12 થી 14 નંગ બ્રેડને મિક્સરની જારમાં જીણી દળીલેવી)
- જરુર પ્રમાણે -તેલ તળવા માટે
સૌ પ્રથમ બાફેલા બટાકાને બરાબર મેશ કરી લો,હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચિલી ફ્લેક એડ કરીનો બરાબર મિક્સ કરીલો
હવે બટાકાના આ મિશ્રણમાં બ્રેડ ક્રમ્શ એડ કરીને બરાબર ડ્રો તૈયાર કરીલો,
હવે આ મિશ્રણમાંથી નાની નાની ચોરસ ક્યૂબ બનાવી લો.ચોરસ ક્યૂબ બનાવતી વખતે અંદરના ભાગમાં થોડૂ થોડૂ ચિઝ નાખીને પેક કરતું જવું, એટલે કે બહાર ચોરસ બટાકાનું લેયર હશે અને અંદર ચિઝ હશે તે રીતે ક્યૂબ તૈયાર કરી લો
ત્યાર બાo એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દો,
હવે તેલ બરાબર ગરમ થઈ જાય એટલે બટાકાની જે ક્યૂબ તૈયાર કરી છે તેને તેલમાં નાખીને ગેસ ઘીમો કરીદો, હને બધી બાજૂથી બ્રાઉન થાય ત્યા સુધી તળીલો,ત્યાર બાદ તેને ટિસ્યૂ પેપર પર કાઢી લો,તૈયાર છે ગરમા ગરમ પોટેટો ચીઝ ક્યૂબબરાબર તળવા દેશો એટલે અંદર ચિઝ પણ મેલ્ટ થઈ જશે જ્યારે તમે આ ક્યૂબ તોડશો ત્યારે અંદરથી સરસમજાનું ચિઝ ઓગળેલું જોવા મળશે, આ ક્યૂબને તમે ચિઝ ડિપ સાથે અથવા સોસો સાથે ખાઈ શકો છો.