1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- હવે બનાવો બેસન અને બટાકાની આ ટેસ્ટી પેઈન કેક ,ખાવામાં ટેસ્ટી અને બનાવામાં ઈઝી
કિચન ટિપ્સઃ- હવે બનાવો બેસન અને બટાકાની  આ ટેસ્ટી પેઈન કેક ,ખાવામાં ટેસ્ટી અને બનાવામાં ઈઝી

કિચન ટિપ્સઃ- હવે બનાવો બેસન અને બટાકાની આ ટેસ્ટી પેઈન કેક ,ખાવામાં ટેસ્ટી અને બનાવામાં ઈઝી

0
Social Share

સાહિન મુલતાનીઃ-

આપણે સૌ કોઈએ હાંડવો તો ખૂબ ખાધો હશે પરંતુ આજે બેસન અને બટાકાનો એક સરસ મજાનો નાસ્તો બનાવાની રીત જાઈશું જે ખૂબ જ ઓછી સામગ્રી અને ઓછી મહેનતમાં રેડી થી જશે.

સામગ્રી

  • 2 કપ – બેસન
  • 2 નંગ – બટાકા (છોલીને ગોળ ચિપ્સ કરી લેવી)
  • 1 ચમચી – ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી – ઓરેગાનો
  • 3 ચમચી – આદુ.લસણ અને મરચાની પેસ્ટ
  • 1 કપ – છીણેલું ચિઝ
  • 2 ચપટી – સોડાખાર
  • સ્વાદ મુજબ – મીઠૂં
  • 4 ચમચી – બટર અથવા તેલ

આલુ બેસન પેન કેક બનાવાની રીત – સૌ પ્રથમ બેસનમાં પાણી એડ કરીને જાડું ઘટ્ટ ખીરુ તૈયાર કરો, તેમાં સ્વાદ પ્રમાણે મીઠૂં, સોડાખાર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, આદુ-મરચા-લસણની પેસ્ટ એડ કરીલો, હવે એક જાડા તળીયા વાળી કઢાઈ કે પેનમાં 4 ચમચી તેલ કે બટરને ગરમ થવા દો.

હવે આ પેનમાં ગોળ બટાકાની ચિપ્સ ગોઠવી લો, આખી પેન ઢંકાઈ જાય તે રીતે આખા તળીમાં આ ચિપ્સ ગોઠવવી, હવે તેના  ઉપર બેસનનું ખીરું નાખીદો અને તેના પર ચીઝ ભભરાવીદો,હવે  ગેસ ઘીમા તાપે ચાલું રાખો.

હવે કઢાઈ કે પેનને ઢાંકણ વડે બરાબર એર બહાર ન જાય તે રીતે ઢાંકીને 10 થી 15 મિનિટ ઘીમી ફ્લેમ પર થવાદો, હવે આટલી મિનિટ બાદ ચપ્પુંની અણી વડે બેસન પાકી ગયું કે નહી તે ચેક કરીલો અને આ કઢાઈને મોટી ડિશમાં ઊંઘી કરીને આખી પેન કેક બહાર કાઢી લેવી, (હાંડાવાની જેમ) ત્યાર બાદ તેના પિત્ઝાની જેમ પીસ કરી લેવા, અને આ પેન કેસ તમે સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code