Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે બ્રેડમાંથી બનાવો આ ટેસ્ટી ચટપટી ડિશ, ખૂબ ઈઝી રીતે બની પણ જશે

Social Share

સામાન્ય રીતે જ્યારે ઘરમાં પાઉ ભઆજી બને છે અથવા તો સવારના નાસ્તામાં બ્રેડ લાવીએ છે ત્યારે ઘણી વખતે બ્રેડ કે પાવ વધી જતા હોય છે ઘણી વાર તેને આપણે ફેંકી પણ દેતા હોઈએ છીએ, જો કે હવે તમારા કિચનમાં બ્રેડ કે પાઉ વધી જાય તો ચિંતા ન કરશો કારણ કે આ વધેલા બ્રેડમાંથી આપણે સરસ મજાની એક નાસ્તાની ડિશ તૈયાર કરીશું જે તમારા વધેલા બ્રેડનો સાચો ઉપયોગ હશે અને તમને નવો નાસ્તો પમ મળી જશે.

બ્રેડ ગાર્લિક ટૂકડા બનાવવાની રિત

સૌ પ્રથમ બ્રેડ કે પાંઉના નાના નાના ટૂકડા કરીલો.હવે 15 થી 20 લકણની કળીને છોલીને વાટીલો, તેમાં ચિલી ફ્લેક્શ, મીઠું અને ઓરેગાનો પણ મિક્સ કરીલો, હવે તેમાં જરુર પ્રમાણે બટર નાખીદો, બચરનું પ્રમાણ વધારે લેવું જેથી બ્રેડ બારબર ક્રિસ્પી થાય.

હવે એક કઢાઈલો તેમાં ફરીથી થોડૂ બટર,ઘી અથવા તેલ ગરમ કરો, ત્યાર બાદ તેમાં લસણની જે પેસ્ટ મસાલા વાળઈ રેડી કરી છે તેસાંતળી લો, હવે બ્રેટના ટૂકડાો તેમાં એડ કરીલો, હવે કઢાઈમાં બ્રેડના ટૂકડાઓને બરાબર મિક્સ કરતા રહો,ગેસની ફ્લેમ ઘીમી રાખવી જેથી બ્રેડ ક્રિસ્પી થાય, ત્યાર બાદ તેમાં લીલા ધાણા, લીસું લસણ એડ કરીને ગેસ પરથી કઢાઈ ઉતારી લો, હવે આ ગાર્લિક ટૂકડાઓને તમે ટામેટા સોસ કે ચટણી સાથે ખાઈ શકો છો.