Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે ઘરે જ ટ્રાય કરો ઈ ઈટાલિયન કટલેક, ચિઝથી ભરપુર અને બહારથી ક્રિસ્પી

Social Share

સાહિન મુલતાનીઃ-

પિઝા આજકાલ દરેક લોકોને ભાવતા થયા છે બાળકોથી લઈને મોટાની પહેલી પસંદ એટલે પિઝા, જો કે પિઢા બનાવવામાં સાર ોએવો સમય અને પ્રિપરેશન હોય છે ત્યારે આજે પિઝા સ્ટાઈલમાં આપણે કટલેસ બનાવાની રેસિપી જોઈશું જે ખાવામાં પિઝા જેવો સ્વાદ આપે છે અને બનાવામાં સરળ હોય છે જેને તમે માચોનિઝ સાથએ સર્વ કરી શકશો

સામગ્રી

કોર્ન ફ્લોરની સ્લરી બનાવાની રીત – સૌ પ્રથમ એક વાટકામાં 4 થી 6  ચમચી કોર્ન ફ્લોર લઈલો એને તેમાં 1 કપ જેટલું પાણી એડ કરીલો

હવે એક બાઉલમાં બાફેલા બટાકાને  પાણીમાંથી કોરા કરીને બરાબર ક્રશ કરીલો, હવે તેમાં બાફેલા પાસ્તચા એડ કરીને હાથ વડે બન્નેને બરાબર મિક્સ કરીલો

હવે આ મિશ્રણમાં મરીનો પાવડર,ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને અને તેમાં  ચિઝ છીણીલો, હવે ફરીથી હાથ વજે બરાબર મિક્સ કરીદો

હવે આ મિશ્રણમાં જરુર પ્રમાણે બ્રેડનો ભુખ્ખો ઉમેરતા જાઓ, ેટલો બ્રેડનો ભૂખો ઉમેરવો કે તેની ટિક્કી વાળી શકાય.

હવે આ મિશ્રણની ગોળ અને ચપટી ટિક્કી તૈયાર કરીલો

હવે એક કઢાઈમાં બરાબર તેલ ગરમ થવાદો,તેલ થાય એટલે ટિક્કીને કોર્ન ફ્રોલની સ્લરીમાં કોટ કરી બ્રેડ ક્રમ્સમાં રગદોળીને ભરતેલમાં તળી લો

તૈયાર છે તમારી આલુ પાસ્તા ટિક્કી જેને તમે માયોનિઝ સાથે,કે ચટણી સાથે સર્વ કરી શકો છો.