Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે ટ્રાય કરો તેલ વગરની આ ટામેટા ચટણી, રોટી, રાઈસ અને બ્રેડ સાથે લાગે છે યમ્મી

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણે સૌ કોઈએ ચટણી અનેક પ્રકારની ખાઘી છે પણ જો તમે હેલ્થ કોન્સ્યન્સ છો તો તમારા માટે તેલ વગરની ટામેટાની ચટણી લઈને આવ્યા છીએ જેને રાઈસ રોટી કે બ્રેડ સાથે સર્વ કરી શકાય છે જો તમે ઈચ્છો તો સેન્ડિચમાં પણ લગાવીને ખાય શકો છો.

સામગ્રી

સૌ પ્રથમ ટામેટાને ગેસ પર શેકી લો, ટામેટા શેકતા પહેલા તેમાં ચાર કટ પાડીલો જેથી કરીને તેની છાલ કાઢવી સરળ રહેશે, હવે ટામેટા શેકાય એટચલે છાલ કાછી તેને ચમચા વડે ક્રશ કરી લો

હવે એક ખાંડણીમાં લસણ ,ઘાણા અને મીટુ નાખીને બરાબર વાટીલો

હવે એક બાઉલમાં ટામેટાનો ક્રશ લો તેમાં વાટેલા લસણ ઘાણાની પેસ્ટ એડ કરો અને ત્યાર બાદ જીણી સમારેલી ડુંગળી એડ કરીને બરાબર મિક્સ કરીલો

હવે ઉપરથી તેમાં 1 ચમચી લીબુંનો રસ એડ કરીને મિક્સ કરી સર્વ કરો

તૈયાર છે તેલ વગરની આ ચટણી જો તમે ઈચ્છો તો તેને વઘુ સ્વાદિષ્ટ બનાવવા માટે મોરા શીંગદાણા એડ કરી શકો છો.