Site icon Revoi.in

કિચન ટિપ્સ- આ ટેસ્ટી ચાઈનિઝ આઈટમ હવે તમે પણ ઘરે બનાવી શકશો, જાણીલો તેની આ સહેલી રીત

Social Share

સામાન્ય રીતે ઘણા લોકોને ઘરનું જ જમવાનું પસંદ હોય છે, બહાર મળતી કેટલીક વાનગીઓ આપણે ઘરે બનાવતા હોઈએ છે, આજકાલ સ્પ્રિંગરોલ અથવા ચાઈનુઝ રોલ ઘરે બનાવાનો ક્રેઝ વધ્યો છે. તો આજે આપણે પણ ચાઈનુઝ રોલ બનાવતા શીખીશું, જે ખૂબ જ ઈઝી રીતે બની જાય છે.તો ચાલો જોઈએ કી રીતે બનશે આ ચાઈનિઝ રોલ

મેંદાના પડ(રોલ બનાવવા માટેની સીટ) બનાવાની રીત

સૌ મેંદાના લોટમાં મીઠૂં અને 2 ચમચી તેલ નાખીને કણક બાંધી લેવી. હવે આ મેંદાની કણકને બરાબર ઓઈલ વડે લીસ્સી કરીને તેના એક સરખા નાના નાના લુઆ તૈયાર કરવા, હવે બે લુઆ લઈને તેના પર તેલ અમે મેંદો ભભરાવીને બે પળ સાથેની રોટલી તૈયાર કરવી, હવે આ બે પળ વાળી રોટલીને તવી પર બન્ને પળ અલગ અલગ પડી જાય તે રીતે અધકચરી શેકી લેવી. આ રીતે બે બે લુઆના બધા પડ તૈયાર કરીલો, હવે આ ગોળ પડને કોટનના કપડાને ભીનો કરીને તેમાં પેક કરીને સાઈડમાં રહેવાદો, ભીનો કટકો એટલા માટે કે જેથી પડ સુકાઈ ન જાય.હવે સ્પ્રિંગરોલનો મસાલો બનાવવાની રીત જોઈએ.

સ્પ્રિંગરોલનું સ્ટફિંગ બનાવવાની રીતઃ

સ્ટેપ – 1    સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરી તેમાં તેલ અને મીઠૂં નાખીને નૂડલ્સને બાફી લો, હવે બફાય જાય એટલે તેને ઠંડા પાણીથી ઘોઈને ચારણીમાં નિતરતા કરવા મૂકી દો.

સ્ટેપ – 2   હવે એક કઢાઈમાં 2 ચમચી તેલ ગરમ થવાદો, તેમાં જીરુ લાલ કરો,હવે જીરુ લાલ થાય એટલે તેમાં કતરેલા આદુ,મરચા અને લસણ એડ કરીને બરાબર સાંતળી લો, હવે તેમાં ડુંગળી, કેપ્સિકમ મચરા, કોબિજ,ગાજર, મરીનો પાવડર, મીઠૂં અને આજીનોમોટો એડ કરીને સબજીનું પાણી બળી જાય ત્યા સુધી સાંતળી લો.

સ્ટેપ 3 –   હવે આ વેજના મિશ્રણમાં બાફેલા નૂડલ્સ એડ કરીને બરાબર મિક્સ કરીલો અને તેમાં લીલા ધાણા એડ કરીલો, તૈયાર છે સ્પ્રિંગ રોલ માટેનું સ્ટફિંગ

સ્પ્રિંગ રોલ બનાવાની રીતઃ-  હવે જે પડ તૈયાર કર્યા છે તેમાંથી એક પળને પાટલી પર રાખો, આ ગોળ પડમાં ઘાર પર પાણી અને લોડનું મિશ્રણ લગાવી લો, જેથી રોલ બનાવતી વખતે બરાબર ચોંટી જાય અને તેલમાં રોલ છૂટા ન પડે, હવે આ ગોળ પડની વચો વચ 2 ચમચી વેજ સ્ટફિંગ રાખો, અને ગોળ પડને પહેલા ઉપરની સાઈડથી અને પછી આજુ બાજુની બન્ને સાઈડથી  પોકેટની જેમ વાળીલો, આમ વાળી લીધા બાદ હવે તેને ગોળ ગોળ વાળીને રોલ તૈયોર કરીલો. હવે આ રોલને ગરમ તેલમાં ડિપ ફ્રાઈ કરીલો. તૈયાર છે તમારા ક્રિસ્પિ વેજ સ્પ્રિંગ રોલ ,જેને તમે સિઝવાન ચટણી અને સોસ સાથે સર્વ કરી શકો છો.