Site icon Revoi.in

કિચન ટિપ્સ – ગુજરાતી ઢોકળા બનાવવા છે તો જોઈલો તેનો પરફેક્ટ માપ અને રીત

Social Share

ઢોકળા બનાવવા માટે માત્ર ત્પરણ દાળનો કરો ઉપયોગ

 

ગુજરાતીઓને નાસ્તામાં અનેક વાનગીઓનો મોહ હોય છે એ વાત નકારી ન શકાય,ગુજરાતી લોકોને નાસ્તો તો સારો જોઈએ જ અને એમાં પણ જો ઢોકળા ,હાંડવો કે ગાઠીા-પાપડી મળી ગયા તો બસ સવાર જાણે સુધરી ગઈ, પરંતુ ઘણી ગૃહિણીઓની ફરિયાદ હોય છે કે ઘરે બનાવેલા ઢોકળા બહાર જેવા સોફ્ટ અને ટેસ્ટિ નથી બનતા , તો ચાલો જોઈએ માત્ર ત્રણ વસ્તુમાંથી બનતા સ્વાદિષ્ટ ઢોકળા બનાવવાની ટ્રિક

જો ઢોકળાને ઓછી સામગ્રીમાં બનાવા હોય તો આ ટ્રિક ખૂબ જ ઉપયોગી સાબિત થશે,તેમાં માત્રને માત્ર 3 કપ ચોખા 1 કપ ચણાની દાળ અને અડધો કપ અળદની દાળનો જ ઉપયોગ કરવાનો રહેશે.

આ ત્રણેય દાળને 4 કલાક માટે પાણીમાં પલાળી દેવી, ત્યાર બાદ તેને મિક્સરમાં ખાટ્ટુ દહીં કે છાસ નાખીને ક્રશ કરીલેવી, ક્રશ કરતી વખતે ખાટુ દહીં કે છાસ જરુરથી નાખવું જેખી સરસ આથો આવી જાય.

હવે આ ઢોકળાના ખીરાને 4 થી 5 કલાક આથો આપવા રાખી દો, અને તરત બનાવવા હોય તો પણ બનાવી શકો છો,

હવે આ મિશ્રણમાં સ્વાદ પ્રમાણે હરદળ, મીઠું, આદુ મરચાની તાજી વાટેલી પેસ્ટ ,1 ચમચી ખાંડ અને તલ નાખીને બરાબર મિક્સ કરીલો.

હવે જ્યારે ઢોકરાને સ્ટિમ કરવાનો સમય આવે ત્યારે આ મિશ્રણમાં અડધી ચમચી ઈનો એડ કરીને બરાબર મિક્સ કરી લેવું,

ઢોકળાના કુકરને પહેલા ગરમ થવાદો, ત્યાર બાદ તેની પ્લેટને ઓઈલ વજે બરાબર ગ્રીશ કરો, અને પછી ઢોકળાનું ખીરુ નાખીને 10 થી 15 મિનિટ થવાદો,

જો તમે ઢોકળા બનાવવા માટે આટલી ટ્રિક ફોલો કરશો તો ઓછી મહેનત અને વધુ સ્વાદ મેળવી શકશો, આ સાથે જ સામગ્રી પણ ખૂબ ઓછી જોઈશે.