સાહીન મુલતાની-
આજકાલ પિત્ઝઆ એવો ખોરાક બની ગયો છે કે જે નાનાથી લઈને મોટા સૌ કોઈને ભાવે છે,પરંતુ પિત્ઝામાં મોટા ભાગે તેનો બેઝ મેંદાનો બનેલો હોવાથઈ પેટમાં તેમે પચતા ઘણો સમય લાગે છે ઘણી વખત ખરાબ રોગપ્રતિકારક શક્તિ ઘરાવતા લોકોને પેટની સમસ્યા પણ થાય. છએ, તો આવા લોકો માટો રોટલીના લોટમાંથી બનેલો હોમમેડ પિત્ઝઆ બેસ્ટ આપ્શન છે, તો આજે બનાવીશું પરોટા પિત્ઝા જે સ્વાદમાં પિત્ઝા જેવો જ છે માત્ર તેનું બેઝ ઘંઉના લોટનું છે.
સામગ્રી (2 નંગ પિત્ઝા માટે)
- ઘંઉનો લોટ – 3 કપ (સિમ્પલ રોટલીનો લોટ બાંધીએ તેજ રીતે બાંધી લેવો)
- 4 ચમચિ – પિત્ઝા સોસ
- 1 નંગ – કેપ્સિકમ મરચું (પાતળી પટ્ટી સમારેલી)
- 1 નંગ – ટામેટૂં ( બી કાઢીને પાતળી પટ્ટી સમારેલી)
- 1 નંગ -ડુંગળી (પાતળી પટ્ટિ સમારેલી)
- 2 ચમચી – મોઝરેલા ચિઝ
- 2 ચમચી – સાદૂ ચિઝ
- 1 ચમચી – ઓરેગાનો
- 1 ચમચી – ચિલિફ્લેક્શ
- 2 ચમચી – માયોનિઝ
સૌ પ્રથમ જે લોટ બાંધ્યો છે તેના સરખા 4 લૂઆ કરીદો, 2 પિત્ઝા બનાવામાં 4 રોટલીની જરુર પડશે એટલા માટે .
હવે 4 રોટલી એક સરખી સાઈઝની વણીલો અને ફોક ચમચી વડે તેમાં કાણા પણ પાડી લો.
હવે એક રોટલી લો તેમાં આખી રોટલી પર મોઝરેલા ચિઝ સ્પ્રેડ કરીદો, અને થોડું ચિલિ ફ્લેક્સ અને ઓરેગાનો પણ નાખીદો, હવે તેના પર એક રોટલી મૂકીને બરાબર પેક કરીદો ,પરાઠાની જેમ બન્ને રોટલીની ઘાર બરાબર ચોંટાંદીદો.
હવે જે ચિઝ વાડો પરાઠો તૈયાર કર્યો છે,તેને તવી પર તે નાખીને થોડો કાચો પાકો તળી લો,
હવે આ ચિઝ વાળા પરાઠાની ઉપર પિત્ઝા સોસ બરાબર આખા પરાઠા પર લગાવી દો
ત્યાર બાદ તેના પર બરાબર માયોનિઝ લગાવો, ત્યાર બાદ તેના પર કેપ્સિકમ, ડુંગળી અને ટામેટા બરાબર ગોઠવી દો, તેના પર હવે બરાબર પ્રમાણમાં ચિઝ છીણીલો .
હવે ચિઝની ઉપર ફરી ઓરેગાનો અને ચિલિ ફ્લેકસ ભભરાવી દો. હવે ફરી આ પરાઠાને એક તવીમાં ઘીનમા ગેસ પર મબકો હવે પિત્ઝા પરાઠાની ઉપર ઢાંકણ ઢાંકીને કવર કરીલો,
આમ તવી પર 2 થી 4 મિનિટ ઘીમા ગેસ પર થવાદો એટલે ચિઝ મેલ્ટ થશે અને વેજીસ પર પાકી જશે, હવે આટલી મિનિટ બાગદ પિત્ઝા પરાઠાને તવી પરથી ઉતકારી લો.
તૈયાર છે તમારા ઘઉના લોટમાંથી બનેલા પિત્ઝા પરાઠાય