કિચન ટિપ્સઃ- માત્ર એક જ મિનિટમાં લીબું શરબત બનાવાની આ ટ્રિક જોઈલો
- લીબું શરબત બનાવવા માટે પહેલા ચાસણી બનાવીલો
- લીબુંના રસને પણ બરફની ટ્રે માં જમાવી લો
સામાન્ય રીતે લીબું પાણી સૌ કોઈનું ફેવરિટ પીણું છે, પરંતુ જ્યારે લીબું શરબત બનાવવું હોય ત્યારે લીબુંનો રસ કાઢવો, ખાંડને ઓગાળવી જેવી માથાકૂટ કરવી ક્યારેક કંટાળો આવતો હોય છે, તો આજે આપણે એવી ટ્રિક જોઈશું કે જેની મદદથી તમે માત્ર એક જ મિનિટમાં લીબું શરબત બનાવીને પી શકશો.
જો તમારે એક જ મિનિટમાં લીબું શરબત બનાવવું હોય તો આ માટે પહેલાથઈ તૈયારી કરી લેવી પડશે.
સૌ પ્રથમ 500 ગ્રામ કે એક કિલો જે પ્રમાણે જરુર હોય તે પ્રમાણે લીબુંનો રસ કાઢીલો, હવે આ રસને એક બરફની ટ્રેમાં જમાવી લો, આ ટ્રે ફ્રીજરમાં જ રાખી મૂકવી જ્યારે જ્યારે જરુર હોય ત્યારે તેમાંથી એક લેમન જ્યૂસની ક્યૂબ કાઢીને યૂઝ કરવી.
હવે ચાસણી બનાવવાની રીત- એક વાસણમાં કિલો ખાંડમાં લો તેમાં એક લીટર પાણી લઈલો,હવે આ પાણી અને ખઆંડને ગેસ પર ઘીમા તાપે ગરમ કરીલો, જ્યા સુધી ખાંડ ઓગળી જાય ત્યા સુધી પાણી ગરમ કરવું.
હવે જ્યારે આ પાણી ઠંડુ પડી જાય એટલે તેને એક બોટલમાં ભરી લો,આ તૈયાર છે તમારી ખાંડની ચાસણી જેનાથી ગળામાં બળવાની સમસ્યા પણ નહી થાય
હવે જ્યારે પણ લબું શરબત બનાવવું હોય ત્યારે 3 ગ્લાસમાં પાણીમાં એક લીબુંના રસની ક્યૂબ નાખવી અને 3 ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે ચાસણી એડ કરીને ચમચી વડજે બરાબર મિક્સ કરીલો, આમ કરવાથી એક જ મિનિટમાં લીબું શરબત તૈયાર થી જશે, તો હવે આ ચાસણી અને રસને આ રીતે સ્ટોર કરીલો, મહેમાન આવશે તો પણ ઝટ લીબું સરબત બનાવી શકશો